સુરત : સીટી બસના ડ્રાઈવરો-કંડક્ટરો દ્વારા મુસાફરોને કરાતી હેરાનગતી, FIR દાખલ કરાશે : મેયર દક્ષેશ માવાણી

સીટી બસના ડ્રાઈવર અને કંડકટરો દ્વારા મુસાફરોને પરેશાન કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી

New Update
  • શહેરભરના વિસ્તારોમાં દોડતી સીટી બસ સેવા

  • સીટી બસ સેવા ફરી એકવાર વિવાદમાં આવી

  • ડ્રાઈવર અને કંડકટરો દ્વારા કરાતી હેરાનગતી

  • મુસાફરોને પરેશાન કરતા હોવાની ફરિયાદો ઉઠી

  • 218 બસ ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરાય

સુરત શહેરમાં સીટી બસના ડ્રાઈવર અને કંડક્ટરો દ્વારા મુસાફરોને પરેશાન કરવામાં આવતા હોવાની ફરિયાદોને લઈનેFIR દાખલ કરવા સુધી મનપા તંત્રએ તૈયારી બતાવી છે.

સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં દોડતી સીટી બસ સેવા ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં સીટી બસના ડ્રાઈવર અને કંડકટરો દ્વારા મુસાફરોને પરેશાન કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા 17 મહિનામાં 1032 કંડકટરોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ ટિકિટ નહીં આપવાની ફરિયાદ લોકોએ કરી હતીજ્યારે 218 બસ ડ્રાઈવર સામે પણ ગંભીર કાર્યવાહી કરવામાં આવી છે.

 વધુમાં ગત વર્ષે સર્જાયેલા બસ અકસ્માત બાદ પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કેપાલિકા કરોડો રૂપિયા ખર્ચે છે. પરંતુ ટિકિટના દુષણના લીધે મોટું નુકશાન થઈ રહ્યું છેત્યારે હવે જે તે એજન્સીને બ્લેક લિસ્ટ કરવી તેમજ લાઇસન્સ સસ્પેન્સ કરવા સાથેFIR દાખલ કરવામાં આવશે તેવું મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યુ હતું.

Read the Next Article

સુરત : મોટા વરાછામાં સગા ભાઈએ કરી બહેન સાથે લાખોની છેતરપિંડી,ભાઈ સહિત બે આરોપીની ધરપકડ કરતી પોલીસ

મોટા વરાછામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.રાજુ શિરોયાએ પોતાની સગી બહેન પાસેથી મદદ કરવાના બહાને રોકડા રૂપિયા અને સોનાના દાગીના પડાવી લીધા

New Update
  • મોટા વરાછામાં છેતરપિંડીનો મામલો

  • સગા ભાઈએ બહેન સાથે કરી છેતરપિંડી

  • રોકડા રૂપિયા,સોનાના દાગીના પડાવી લીધા

  • બહેને નોંધાવી પોલીસ ફરિયાદ

  • ભાઈ સહિત બે આરોપીની ધરપકડ   

સુરતના મોટા વરાછા વિસ્તારમાં સગા ભાઈએ બહેન સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી,જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી ભાઈ સહિત બે આરોપીઓની ધરપકડ કરી હતી.

સુરતના મોટા વરાછામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.રાજુ શિરોયાએ પોતાની સગી બહેન પાસેથી મદદ કરવાના બહાને રોકડા રૂપિયા અને સોનાના દાગીના પડાવી લીધા હતા.જેમાંરૂપિયા 50 હજાર રોકડા અને 18 તોલા સોનુ પડાવી લીધા હતા. રાજુ શિરોયા અને ભત્રીજો અક્ષય શિરોયા રોકડા રૂપિયા અને સોનાના દાગીના લઈને રફુચક્કર થઈ ગયા હતા.જેના કારણે બહેનને છેતરપિંડીની શંકા જતા તેને ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.

પોલીસે તેઓની ફરિયાદને આધારે તપાસ શરૂ કરી હતી,અને પોલીસે મુંબઈમાં બે દિવસ સુધી રેકી કરીને આરોપી ભાઈ રાજુ શિરોયા અને ભત્રીજો અક્ષય શિરોયાની ધરપકડ કરી હતી.ઉત્રાણ પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 15 લાખ 54 હજાર 170નો મુદ્દામાલ રિકવર કર્યો હતો.અને પોલીસ તપાસમાં આરોપી અક્ષય શિરોયા ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું પણ ખૂલ્યું હતું.

Read the Next Article

સુરત : પાંચ વર્ષ પહેલા ચોરાયેલી મોપેડના ઈ-મેમોથી પોલીસ કામગીરી પર ઉઠ્યા સવાલ,ચાર વર્ષમાં બે મેમો અને કોર્ટનું સમન્સ મળ્યું

કતારગામ વિસ્તારમાં દુકાન બહારથી એક મોપેડની ચોરી થઇ હતી,વર્ષ 2021માં ચોરી થયેલી મોપેડનો ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ-મેમો મૂળ માલિકને મળી રહયા છે.

New Update
  • ટ્રાફિક અને શહેર પોલીસ વચ્ચે સંકલનનો અભાવ

  • કતારગામમાંથી સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો

  • પાંચ વર્ષ પહેલા ચોરાઈ હતી મોપેડ

  • ચોરાયેલી મોપેડના મૂળ માલિકને મળી રહ્યા છે મેમો

  • એકટીવાના ચાલક સાથેના બે વખત આવ્યા મેમો

  • પોલીસે કોઈ જ કાર્યવાહી કરી ન હોવાનો આક્ષેપ

સુરતમાં કતારગામ વિસ્તારમાં દુકાન બહારથી એક મોપેડની ચોરી થઇ હતી,વર્ષ 2021માં ચોરી થયેલી મોપેડનો ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ-મેમો મૂળ માલિકને મળી રહયા છે. પરંતુ ચોરી થયેલી મોપેડ અને વાહન ચોર પોલીસથી પકડાતા નથી જે બાબતે પોલીસ કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે.

સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.અમરોલી વિસ્તારમાં રહેતા નરેશ ધોળા નામના દોરા અને જરીના વેપારીની કતારગામ જીઆઇડીસી પાસે દુકાન આવેલી છે. 2021માં નવેમ્બર મહિનામાં તેમની દુકાન બહારથી મોપેડ ચોરી કરવામાં આવ્યું હતું. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ હતી. આ તમામ બાબતોને લઈને કતારગામ પોલીસમાં અરજી કરવામાં આવી હતી. અરજી કરવા છતાં પણ કતારગામ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી.

પોતાની મોપેડ ચોરી થઈ ગઈ હોવાથી ચિંતામાં હતા પણ મોપેડ મળી રહ્યું નહોતું. પોલીસ પણ કોઈ કાર્યવાહી કરી રહી ન હતી. દરમિયાન 2022માં સોસીયો સર્કલ પાસે ફોન પર વાત કરતા કરતા મોપેડ ચલાવતા જતા હોવાનો ટ્રાફિકનો મેમો ફટકારવામાં આવ્યો હતો. આ મેમો ભરવામાં ન આવતા 2023માં એપ્રિલ મહિનામાં કોર્ટનું સમન્સ આવ્યું હતું. ફોન પર વાત કરતા હોવાનો ટ્રાફિકનો મેમો ભરવા માટે કોર્ટમાં હાજર થવા સમન્સ હતું. મોપેડ ચોરાઈ ગયું હોવા છતાં પણ આ મેમો આવતા નરેશ ચોંકી ઉઠ્યા હતા. આ બાબતે કોર્ટ સહિતના ધક્કા ખાતા હતા.

2023માં કતારગામ પોલીસ સ્ટેશન ગયા હતા. જોકે ત્યારે પણ તેમની મોપેડ ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધીને સમન્સને રદ કરાવી કાર્યવાહી કરવાથી હાથ ખંખેર્યા હતા. 2023થી લઈને 2025 સુધી નરેશને ચોરી થયેલું મોપેડ મળી જશે તેવી આશા હતી. જોકે 19 એપ્રિલના રોજ હેલ્મેટ ન પહેર્યું હોવાથી તેમની જ મોપેડનો મેમો ઘરે પહોંચ્યો હતો. આ મેમો જોઈને ફરી નરેશ ચોંકી ગયા હતા. ચાર વર્ષથી મોપેડ મળતું નથી અને કોર્ટનું સમન્સ અને બે મેમો ઘર પર પહોંચ્યા હતા.

નરેશ ધોળાએ જણાવ્યું હતું કેમારા હાથે લખેલી અરજી મેં કતારગામ પોલીસમાં આપી હતી અને મારી મોપેડ ચોરાઈ ગઈ હોવા અંગે કતારગામ પોલીસને જણાવ્યું હતું. જોકે કોઈ કાર્યવાહી ન કરવામાં આવી અને કોર્ટના સમન્સ અને બે મેમા મને મળ્યા છે. મારી મોપેડ સિટીમાં જ ફરી રહી છે. પણ પોલીસ તેને પકડી શકતી નથી. લાપરવાહી તો છે જ મને તો એવું કહ્યું હતું કે તમારો ગાડીનો નંબર અમે ચડાવી દીધો છે અને 24 કલાકમાં મળી જશે. ચાર વર્ષ થઈ ગયા હજુ મારી ફરિયાદ લીધી નથી મારા હાથની લખેલી અરજી જ લીધી છે. હવે તો મારે ગાડી જ જોઈએ ગમે એમ કરીને મને મારી ગાડી અપાવો તેવી માંગ તેઓએ પોલીસ સમક્ષ કરી રહ્યા છે.