સુરત: પાંડેસરાની અમીના ડાઇંગ મિલમાં આગ ભભૂકી, સમયસર કર્મચારીઓ બહાર નીકળી જતા જાનહાનિ નહીં

પાંડેસરા જીઆઇડીસીમાં મોદી રાત્રે દુર્ઘટના બની ડાઇંગ મિલમાં શોર્ટસર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી 6 ફાયર સ્ટેશનની 15થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી

New Update
સુરત: પાંડેસરાની અમીના ડાઇંગ મિલમાં આગ ભભૂકી, સમયસર કર્મચારીઓ બહાર નીકળી જતા જાનહાનિ નહીં

સુરત શહેરના પાંડેસરા જીઆઇડીસી ખાતે આવેલી અમીના ડાઇંગ મિલમાં મોડી રાત્રે શોર્ટસર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી . આગે વિકરાળ સ્વરૂપ લેતા કર્મચારીઓ મિલમાંથી બહાર નીકળી આવતા કોઈ જાનહાનિ થઈ ન હતી.

Advertisment
" max-width="100%" class="video-element note-video-clip" height="360">

સુરત શહેરના પાંડેસરા જીઆઇડીસી ખાતે આવેલી અમીના ડાઇંગ મિલમાં મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. પહેલા માળે લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં અફરાતફરી મચી ગઇ હતી. મિલમાં કામ કરતા કર્મચારીઓએ આગ ઓલવવા માટે પ્રયાસો કર્યા હતા

આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કર્મચારીઓ બહાર દોડી ગયા હતા.બનાવની જાણ થતા 6 ફાયર સ્ટેશનની 15થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. મોડી રાત સુધી ફાયરબ્રિગડના લશ્કરો આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

પરંતુ મોડી રાત સુધી આગ પર કાબૂ મેળવી શકાયો નહોતો.ચીફ ફાયર ઓફિસર બસંત પરિખે કહ્યું હતું કે, આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં સમય લાગશે આગમાં કોઈ ફસાયું નથી તેમજ કોઈને ઈજા કે જાનહાનિ થઇ નથી.

Advertisment
Read the Next Article

સુરત : કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર અંગત અદાવતમાં જાહેરમાં ફાયરિંગ,ચાર શખ્સો હુમલો કરીને ફરાર

સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર ચાર શખ્સોએ જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું.જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો

New Update
  • લાલગેટ પોલીસ મથકની હદમાં ફાયરિંગની ઘટના

  • કુખ્યાત સમીર માંડવા પર થયું ફાયરિંગ

  • ફાયરિંગમાં સમીર માંડવાનો આબાદ બચવા

  • ચાર જેટલા ઈસમો ફાયરિંગ કરીને ફરાર

  • અંગત અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું 

Advertisment

સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર ચાર શખ્સો જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું.જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર ચાર શખ્સે જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું.હુમલાના સમયે સમીર માંડવા રસ્તા પર ઉભો હતો. જોકે તેને કોઈ ઇજા થવા પામી નથી. ત્યારે તાજેતરમાં થયેલી જૂની અદાવતના કારણે તેને નિશાન બનાવવામાં આવ્યો હોવાનું પોલીસના પ્રાથમિક અનુમાનમાં સામે આવ્યું છે. સમીર માંડવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોલીસ એના પર અગાઉ પણ કડક પગલાં ભરી ચૂકી છેજેમાં તેની ગેરકાયદે મિલકત પર બૂલડોઝર ચલાવાયું હતું. પોલીસ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી હતી અને ફાયરિંગ બાદ મળી આવેલી બુલેટ કબજે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી છે.

સમીર માંડવા સામે લૂંટધમકીમારામારી જેવા ગંભીર ગુનાઓના અનેક કેસો લાલગેટ અને આસપાસના વિસ્તારોમાં નોંધાઈ ચૂક્યા છે. પોલીસની ફાઇલોમાં તેનો ગુનાહિત ઇતિહાસ ભારે છે અને તેણે ઘણા વખતથી અપરાધિક પ્રવૃત્તિઓ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. પોલીસે અગાઉ સમીર માંડવાની લાલગેટ વિસ્તારમાં આવેલી ગેરકાયદે મિલકત પર બૂલડોઝર ચલાવ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબહાલની ફાયરિંગની ઘટનાનું કારણ સમીર માંડવાની જૂની અદાવત હોઈ શકે છે. હાલ આરોપીઓ હજુ સુધી પકડાયા નથીપરંતુ પોલીસે દાવો કર્યો છે કે શંકાસ્પદ ઈસમોને ઓળખી લેવાયા છે અને ટૂંક સમયમાં ઝડપાય જશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Advertisment