Connect Gujarat
સુરત 

સુરત : કામરેજની સુગર ફેક્ટરીમાં રહેલ બગાસના જથ્થામાં ફાટી નીકળી આગ, ફાયર ફાઇટરો દોડ્યા

સુરત કામરેજ તાલુકાની સુગર ફેક્ટરીમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવના પગલે ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

X

સુરત જિલ્લાના કામરેજ તાલુકાની સુગર ફેક્ટરીમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવના પગલે ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, કામરેજ તાલુકાની સુગર ફેક્ટરીમાં બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી.

સુગર ફેક્ટરીના પરિસરમાં ખુલ્લામાં રાખવામાં આવેલા બગાસના જથ્થામાં આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ આસપાસના લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ કામરેજ ફાયર વિભાગના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં 3 જેટલા ફાયર ટેન્ડરની મદદથી બગાસમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે, બગાસના જથ્થામાં આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. પરંતુ તણખલાના સંપર્કમાં આવતા બગાસ ભડકે બળી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવ્યું છે.

Next Story