/connect-gujarat/media/post_banners/e75350ece7d2f1fbdf15ba6643bcbf0fd0d5924572bdd1e77f6747ac02d13901.jpg)
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ મિલમાં આગની ઘટનાથી અફરાતફરી મચી હતી. બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે દોડી આવી આગને કાબુમાં લેવા કવાયત હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, પાંડેસરા વિસ્તારમાં આવેલ એકતા મિલમાં અચાનક આગ લાગવાની ઘટના સર્જાય હતી. વર્કિંગ પ્રોસેસ દરમ્યાન લિફ્ટિંગ મશીનમાં આગ લાગતાં મિલમાં હાજર કર્મચારીઓમાં ભાગદોડ મચી હતી. બનાવની જાણ થતાં જ ભેસ્તાન ફાયર વિભાગના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે, મિલમાં આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.