સુરત : સિવિલ અને પાલિકા સંચાલિત હોસ્પિટલમાં અમરનાથ યાત્રા માટે ફિટનેસ સર્ટિફિકેટની કામગીરી શરૂ

સુરતમાં સિવિલ સહિતની હોસ્પિટલોમાં અમરનાથ યાત્રા માટે ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

New Update
  • અમરનાથ યાત્રા માટે ફિટનેસ સર્ટીની કામગીરીનો પ્રારંભ

  • સિવિલ અને પાલિકા સંચાલિત હોસ્પિટલમાં શરૂ કરાઈ કામગીરી

  • સિવિલમાં વિનામૂલ્યે મળશે ફિટનેશ સર્ટિફિકેટ

  • 13 વર્ષથી નાના અને 70 વર્ષથી વધુ ઉંમરનાને નહીં મળે સર્ટિફિકેટ

  • ગર્ભવતી મહિલા,હૃદયરોગના દર્દીઓને પણ નહીં મળે સર્ટિફિકેટ

  • ગત વર્ષે 4100 થી ફિટનેશ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા

સુરતમાં સિવિલ સહિતની હોસ્પિટલોમાં અમરનાથ યાત્રા માટે ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.જોકે 13 વર્ષથી નાના અને 70 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ તથા ગર્ભવતી મહિલા તેમજ બાયપાસ સર્જરી કે સ્ટેન્ડ મુકાયેલા વ્યક્તિઓને સર્ટિફિકેટ ઇસ્યુ કરશે નહીં.

પવિત્ર અમરનાથ યાત્રા આ વર્ષે 3 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી 39 દિવસ સુધી ચાલશે.આ યાત્રામાં જવા માટે ફિટનેસ સર્ટિફિકેટને ફરજિયાત કરાયું છે. ત્યારે આ ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું આજથી એટલે કે 11મી એપ્રિલથી શરૂ થઈ ગયું છે. જે આગામી 2 મહિના સુધી ચાલશે.આ ફિટનેશ સર્ટિફિકેટમાં બ્લડ રિપોર્ટ,યુરિન રિપોર્ટ, CBC, એક્સ-રે અને ECG કરવામાં આવે છેતથા જો ECG ખરાબ આવે તો 2ઇકો પણ કરવામાં આવે છે.

સુરતમાં નવી સિવિલ અને પાલિકા સ્મીમેર હોસ્પિટલમાં ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા છે. નવી સિવિલ કેમ્પસમાં જુના એમ.આઈ.સી.યુમાં આ કામગીરી ચાલી રહી છે. ફિટનેસ અંગેની કામગીરી એક છત નીચે તમામ પ્રકારની સુવિધા સાથે થઈ રહી છે. અમરનાથ યાત્રાળુઓને તકલીફ ના પડે તે માટે ત્યાં કેસ પેપર બારીલેબોટરીઈ.સી.જી મશીન અને ડોકટર સહિતના કર્મચારીઓ ફરજ બજાવશે.

હેલ્થ સર્ટિફિકેટ કઢાવવા આવતા વ્યક્તિએ લેબોરેટરીમાં યુરીન તપાસ ફરજિયાત કરાવવાનું રહેશે.જ્યારે 45 વર્ષથી વધુ ઉમરના વ્યક્તિઓએ જરૂર પડે તો ઈ.સી.જી કરાવવું પડશે. તથા જરૂર જણાશે તો મેડિસિન વિભાગને પણ રીફર કરાશે. જોકે સિવિલમાં થતી જરૂરી તપાસ અને સર્ટિફિકેટ વિનામૂલ્યે આપવામાં આવી રહી છે.

આ ઉપરાંત 13 વર્ષથી નાના અને 70 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ તથા ગર્ભવતી મહિલાબાયપાસ સર્જરી કે સ્ટેન્ડ મુકાયેલા વ્યક્તિઓને પણ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવશે નહીં.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 4100થી વધુ યાત્રાળુઓએ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ કઢાવ્યા હતા.

Latest Stories