સુરત: ઉમરપાડામાં જળબંબાકાર , 4 કલાકમાં 14 ઇંચ ખાબક્યો

હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ સતત વરસી રહ્યો છે. જેને પગલે સુરતના ઉમરપાડામાં 4 ઇંચ વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

New Update

હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ સતત વરસી રહ્યો છે. જેને પગલે સુરતના ઉમરપાડામાં 4 ઇંચ વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે. આ તરફ ડાયમંડ નગરી ગણાતા સુરતમાં પણ મેઘમહેર જોવા મળી હતી. સુરતના ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. વાસ્તવમાં ઉમરપાડામાં વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ સાથે અનેક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે. તો આજે પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

સુરતના ઉમરપાડામાં 4 કલાકમાં જ 14 ઇંચ વરસાદ ખાબક્યો છે. 14 ઇંચ વરસાદને કારણે ઉમરપાડામાં જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જૂના ઉમરપાડા રસ્તાઓ પરની દુકાનોમાં પાણી ભરાયાં છે. આ સાથે લીમરવાણથી કદવાલી તરફ જતાં માર્ગ પર પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદને કારણે ચારણી ગામથી તાબદા, ભૂતભેડા જતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. આ સાથે અહીંની મોહન નદી અને વીરા  નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. આ તરફ નદીઓના પાણી ઘૂસી જતાં અનેક ગામ હાલ સંપર્ક વિહોણા બન્યા છે.

#Heavy Rain #Surat #Water Flood #Surat News #Umarpada
Here are a few more articles:
Read the Next Article