Connect Gujarat
સુરત 

સુરત : વિદેશી ભક્તોએ ઢોલકી-મંજીરાના તાલે બોલાવી ભજનોની રમઝટ, લોકોમાં જમાવ્યું આકર્ષણ...

ચલથાણમાં વિદેશી ભક્તોએ બોલાવી સત્સંગની રમઝટ હાથમાં ઢોલકી અને મંજીરાના તાલે સૂરાવલિઓ રેલાવી

X

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામે વિદેશી ભક્તોએ હાથમાં ઢોલકી અને મંજીરા લઈને જાહેર માર્ગ ઉપર ભજન-કીર્તન કર્યા હતા, ત્યારે વાતાવરણને ભક્તિમય બનાવતા આસપાસના લોકોમાં વિદેશી ભક્તોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. પલસાણા તાલુકાના ચલથાણ ગામે વડોદરાથી ઇસ્કોન મંદિર પરિવારના વિદેશી ભક્તો દ્વારા હિન્દુઓને જાગૃત કરવાનો સુંદર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. વિદેશી ભક્તો હાથમાં ઢોલકી અને મંજીરાના તાલે ધૂનોની રમઝટ બોલવી ભક્તિમાં લીન થઈ ગયા હતા, ત્યારે વિદેશી લોકોમાં હિન્દુ ધર્મ પ્રત્યેની જાગૃતતા જોઈ સ્થળ પર હાજર સૌકોઈ લોકોએ ગર્વ અનુભવ્યો હતો. વિદેશી ભક્તોને જોવા સૌકોઈ લોકો ઉમટી પડ્યા હતા. સ્થાનિકોએ વિદેશી ભક્તોનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વિદેશી ભક્તોએ ગીતા અને રામાયણ સહિતના આધ્યામિક પુસ્તકોનું પણ વિતરણ કર્યું હતું.

Next Story