સુરત : માનહાનિના કેસમાં કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કોર્ટમાં રહયાં હાજર

માનહાનિના આ કેસમાં રાહુલ ગાંધી અગાઉ બે વખત કોર્ટમાં હાજરી આપી ચુકયાં છે. આજે શુક્રવારે તેમણે ત્રીજી વખત હાજરી આપી વધારાનું નિવેદન નોંધાવ્યું હતું.

New Update
સુરત : માનહાનિના કેસમાં કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કોર્ટમાં રહયાં હાજર

કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારે સુરતની કોર્ટમાં હાજરી હતી. મોદી અટકવાળાઓ સંદર્ભમાં કરેલી ટીપ્પણીના સંદર્ભમાં તેમની સામે સુરતની કોર્ટમાં કેસ કરાયો છે. સુરત આવેલાં રાહુલ ગાંધીનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું....

2014માં યોજાયેલી લોકસભાની ચુંટણી દરમિયાન રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદી, નિરવ મોદી અને લલિત મોદી પર નિશાન તાકતા જણાવ્યું હતું કે, તમામ કૌભાંડીઓ અને ચોરોની અટક મોદી જ કેમ હોય છે. રાહુલ ગાંધીના આ નિવેદન સામે સુરતના ધારાસભ્ય અને હાલના કેબીનેટ મંત્રી પુર્ણેશ મોદીએ કોર્ટમાં કેસ કર્યો હતો. માનહાનિના આ કેસમાં રાહુલ ગાંધી અગાઉ બે વખત કોર્ટમાં હાજરી આપી ચુકયાં છે. આજે શુક્રવારે તેમણે ત્રીજી વખત હાજરી આપી વધારાનું નિવેદન નોંધાવ્યું હતું.

રાહુલ ગાંધીની ગુજરાતની ટુંકી મુલાકાતને ઘણી સુચક માનવામાં આવી રહી છે. થોડા દિવસો પહેલાં જ ગુજરાતના ટોચના 25 નેતાઓએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. બેઠકમાં નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ નવા પ્રમુખ અને વિપક્ષના નેતાઓની વરણી કરતાં પહેલાં ગુજરાતમાં ચિંતન શિબિર યોજવા સુચન કર્યું છે. આ સુચન સંદર્ભમાં આગામી દિવસોમાં કોંગ્રેસની ચિંતન શિબિર મળશે અને તેમાં નવા પ્રમુખની જાહેરાત કરાશે તેમ દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ જણાવ્યું છે.

હવે ફરીથી વાત કરીશું રાહુલ ગાંધીના સુરત પ્રવાસની.. રાહુલ ગાંધી દીલ્હીથી હવાઇમાર્ગે સુરત આવી પહોંચ્યાં હતાં. સુરત એરપોર્ટ ખાતેથી રાહુલ ગાંધી કોર્ટમાં હાજરી આપવા રવાના થયાં હતાં. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ રાહુલ ગાંધીનું ઠેર ઠેર સ્વાગત કર્યું હતું.

Latest Stories