/connect-gujarat/media/post_banners/7b08a13730b9912f84bf4c821ec25736078b6b7b3a1e9d37486fc839568a9f1a.jpg)
કોરોના કાળમાં કાપડ ઉદ્યોગને નવી ઉંચાઈઓ પર લઈ જવા સરકારને વિનંતી કરતા ફોસ્ટા દ્વારા ટેક્સટાઈલ ઉદ્યોગ માટે પ્રી-બજેટ નાણા મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખી રજૂઆત કરાય છે.
ફોસ્ટા દ્વારા નાણા મંત્રી નિર્મલા સીતારમણને લખાયેલા પત્રમાં જણાવાયું છે કે, ભારતના માન્ચેસ્ટર સુરત ટેક્સટાઇલ ઉદ્યોગે આપેલા વિકાસના પંથે સમગ્ર વિશ્વમાં ટેક્સટાઇલ માર્કેટને નવો આયામ આપ્યો છે. કાપડના વ્યવસાયના વિકાસ માટે આ દિવસોમાં સરકારના સહકારની જરૂર છે.
ખાસ કરીને કાઉન્સિલની બેઠકમાં કાપડના GST સ્લેબમાં ફેરફારનું નોટિફિકેશન રદ્દ થયા બાદ સતત 3 વર્ષથી કોવિડમાં નાના વેપારીઓ કે, જેમના ધંધાને અસર થઈ છે. MSME સ્કીમમાં જે વેપારીઓનું વાર્ષિક ટર્નઓવર 5થી10 કરોડ છે, તેમને વધુ અસર થઈ છે. તેમનું વિશેષ પેકેજ આપીને આર્થિક કારોબારમાં સહકાર જેવા મહત્વના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે. આ સિવાય એક્સપોર્ટ વધારવા એફટીએ એગ્રીમેન્ટ અને સુરતમાં ટેકસટાઇલ યુનિવર્સીટી સ્થાપવા માંગ પણ કરવામાં આવી છે.