Connect Gujarat
સુરત 

સુરત : પરબગામની સીમમાંથી રૂ. 33.47 લાખના ગાંજાના જથ્થા સાથે 2 શખ્સો ઝડપાયા, અન્ય 1 વોન્ટેડ

પોલીસે રૂ. 33.47 લાખનો 334.740 કિલોગ્રામ ગાંજો, એક બાઈક અને મોબાઈલ ફોન મળી કુલ 33.79 લાખનો મુદામાલ જપ્ત કર્યો

X

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પરબગામની સીમમાંથી રૂ. 33.47 લાખની કિમતના ગાંજાના જથ્થા સાથે 2 શખ્સની સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે ધરપકડ કરી છે, જ્યારે અન્ય 1 ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સુરત શહેર અને જિલ્લામાંથી અવારનવાર દારૂ, ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે, ત્યારે વધુ એક વખત સુરત જિલ્લામાંથી ગાંજો ઝડપાયો છે.

સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે કામરેજના પરબ ગામની સીમમાંથી ગાંજાનો મસમોટો જથ્થો જપ્ત કરી 2 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે. પરબગામની સીમમાં આવેલી યોગેશ્વર સોસાયટી પાસે શેરડીના ખેતરમાં તથા તેની બાજુમાં આવેલા રોડ પાસેથી 19 વર્ષીય સંજય શ્રીદયારામ ગૌતમ અને 26 વર્ષીય સુનીલ હરેન્દ્રકુમાર ગુપ્તાને ગાંજાના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

પોલીસે રૂ. 33.47 લાખનો 334.740 કિલોગ્રામ ગાંજો, એક બાઈક અને મોબાઈલ ફોન મળી કુલ 33.79 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, સુરત ખાતે રહેતા એમ.જે.પ્રધાન નામના ઇસમે ઓરિસ્સાથી મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો મંગાવ્યો હતો, અને પરબગામની સીમમાં એક શેરડીના ખેતરમાં સંતાડી રાખ્યો હતો. જેને ત્યાંથી સગેવગે કરતાં પહેલા જ પોલીસે બન્ને શખ્સોને દબોચી લીધા હતા.

Next Story