સુરત : જુગારીઓએ જ પોલીસ બોલાવી, નકલી પોલીસના નામે રૂ. 1.73 લાખ ખંખેરનાર મુખ્ય આરોપી ઝડપાયો...

5 ઇસમોએ નકલી પોલીસ બની જુગારધામ પર રેડ કરી હતી. જેમાં કેટલાક ઇસમોને પકડી તેમની પાસેથી પૈસા પડાવી લીધા. રૂ. 1.73 લાખ ખંખેરનાર મુખ્ય આરોપી ઝડપાયો...

New Update

નકલી પોલીસ બની જુગારધામ ઉપર રેડ કરવાનો મામલો

5 ઇસમોએ કેસ નહીં કરવા પેટે રૂ. 1.73 લાખ પડાવી લીધા

અગાઉ વરાછા પોલીસે 4 ઇસમોની કરી લીધી હતી ધરપકડ

જુગારધામ પર રેડ કરનાર મુખ્ય આરોપીની પણ ધરપકડ

અન્ય ઇસમોને સાથે રાખી જુગારની ટીપ આપતો : પોલીસ

 સુરત શહેરમાં નકલી પોલીસ બની જુગારધામ પર રેડ કરનાર 5 ઇસમો પૈકી મુખ્ય આરોપીની વરાછા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસારસુરત શહેરના વરાછા વિસ્તારમાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા હતાતે દરમ્યાન 5 ઇસમોએ નકલી પોલીસ બની જુગારધામ પર રેડ કરી હતી. જેમાં કેટલાક ઇસમોને પકડી તેમની પાસેથી પૈસા પડાવી લીધા હતા.

આ સાથે જ જુગારનો કેસ નહીં કરવા પેટે રૂ. 1.73 લાખ પડાવી લીધા હતા. જોકેરૂપિયા પડાવી લીધા બાદ પાંચેય આરોપી ફરાર થઇ ગયા હતા. આ વેળા જુગાર રમતા ઈસમોને શંકા જતા વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો. જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસી નકલી પોલીસ સામે ગુનો નોંધ્યો હતો.

આ મામલામાં વરાછા પોલીસે અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરી હતીત્યારે હવે આ મામલે પોલીસે મુખ્ય આરોપી જીતેશ ઉર્ફે માધુરીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી જીતેશ અન્ય ઇસમોને સાથે રાખી જુગારની ટીપ આપતો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

Latest Stories