Connect Gujarat
સુરત 

સુરત: લકઝ્યુરીયસ ટ્રેનમાં મુસાફરી કરનાર યાત્રીઓને ટાર્ગેટ કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી

સુરતમાં રેલ્વે પોલીસને મળી મોટી સફળતા, લકઝ્યુરીયસ ટ્રેનમાં મુસાફરોના સમાનની કરાતી હતી ચોરી.

X

રેલવેમાં લક્ઝરીયસ ટ્રેનમાં મુસાફરી કરનાર યાત્રીઓને ટાર્ગેટ કરતી ચોરી કરતી ચોકડી ગેંગને રેલ્વે પોલીસે સુરત ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લક્ઝુરિયસ ટ્રેનોમાં મુસાફરી કરનાર યાત્રીઓ પણ હવે સુરક્ષિત રહ્યા નથી. ચોરોની કેટલીક ગેંગ લક્ઝુરિયસ ટ્રેનોમાં મુસાફરી કરનાર મુસાફરોને ટાર્ગેટ કરી તેમની સાથે ચોરીઓ કરી રહી છે. આવી જ એક ચોકડી ગેંગ વડોદરા રેલવે યુનિટે ઝડપી પડી છે.સુરત રેલ્વે સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં મુસાફરો અવરજવર કરતા હોય છે.

આ દરમ્યાન મુસાફરોના સમાન તેમજ રોકડ રકમ ચોરી થવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવતી હતી.ત્યારે રેલવે પોલીસે બાતમીના આધારે સઈદખાન ઉર્ફે આસિફ ઉર્ફે ચૂહા નજીરખાન પઠાણ, સેહજાદઅલી ઉર્ફે રાજા સૈયદ અલી સૈયદ, તાલીફ ઉર્ફે મસાલા રૂબાબ મન્સૂરી, અને ધર્મેન્દ્ર ઉર્ફે ધમુ સજ્જન ખલસેને રેલ્વે પોલીસ વડોદરા યુનીટે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે ઝડપી પડેલ ચારેય આરોપીઓ પાસેથી 50 હજારની રોકડ કબજે કરી હતી. પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ રેલવે સ્ટેશન પર ચોકડી ગેંગ તરીકે ઓળખાઈ રહી છે. જેમાં ચાર આરોપીઓની આ ગેંગ સાથે મળીને મુસાફરો સાથે ચોરીને અંજામ આપે છે.

Next Story