સુરત : ગૌ સેવકે પુત્રના લગ્નમાં અનોખો ચીલો ચાતર્યો,ચાંદલાની રકમ ગૌ શાળામાં કરી દાન

 સુરતમાં ગૌ સેવકે પોતાના પુત્રના લગ્નમાં નવો ચીલો ચાતર્યો હતો.જેમાં લગ્નના ચાંદલાની તમામ રોકડ ગૌશાળામાં દાન કરી હતી,અને ગૌ સેવા પ્રત્યે પોતાની ફરજ અદા કરી હતી.

New Update
  • પિતાએ પુત્રના લગ્નમાં સેવાનું આપ્યું અનોખું ઉદાહરણ

  • લગ્ન પ્રસંગમાં ગૌ સેવકોએ આપી સેવા

  • ગૌ સેવકે પુત્રના લગ્નની ચાંદલાની રકમ ગૌશાળાને કરી દાન

  • કેટરર્સને બદલે ગૌ સેવકોએ લગ્નમાં સેવાનું આપ્યું ઉત્તમ ઉદાહરણ

  • કેટરર્સના ખર્ચના રૂપિયા પણ ગૌ શાળામાં કરવામાં આવ્યા દાન  

 સુરતમાં ગૌ સેવકે પોતાના પુત્રના લગ્નમાં નવો ચીલો ચાતર્યો હતો.જેમાં લગ્નના ચાંદલાની તમામ રોકડ ગૌશાળામાં દાન કરી હતી,અને ગૌ સેવા પ્રત્યે પોતાની ફરજ અદા કરી હતી.

સુરતમાં એક પિતા રમેશ રૂડાનીએ પુત્રના લગ્નમાં નવી પહેલની શરૂઆત કરી હતી.વર્તમાન સમયમાં  લગ્નમાં થતા ખોટા ખર્ચને રોકવા માટે તેમજ લગ્નની ધનરાશિ કોઈ સત્કર્મમાં વપરાય તે માટે એક ગૌ સેવકે પોતાના પુત્રના લગ્ન અનોખી રીતે કર્યા હતા.જેમાં રસોઈથી માંડીને તમામ કામગીરી ગૌ સેવકોએ કરી હતી.અને કેટરર્સને આપવાના રૂપિયા ગૌશાળામાં દાન કરી શકાય તેવા ઉમદા હેતુથી તેઓએ સેવાનું નવું સ્વરૂપ દર્શાવ્યું હતું.એટલું જ નહીં પણ લગ્નમાં પરંપરાગત લખવામાં આવતા ચાંદલાની રકમ પણ ગૌ શાળામાં આપવામાં આવી હતી.આમ ગૌ સેવક રમેશ રૂડાનીએ પુત્રના લગ્નમાં સેવા લગ્નની સુવાસ પ્રસરાવી હતી. 

Latest Stories