સુરત: ગુજરાત ગેસ કંપનીમાં કોન્ટ્રાકટમાં ફરજ બજાવતા કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન, પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ

ગુજરાત ગેસ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ પોતાની પડતર માંગોને લઈને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા.

New Update
સુરત: ગુજરાત ગેસ કંપનીમાં કોન્ટ્રાકટમાં ફરજ બજાવતા કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન, પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ

સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુજરાત ગેસ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓએ વિવિધ પડતર પ્રશ્ને વિરોધ પ્રદર્શન કર્યું હતું ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે જ્યારે સરકારી અધિકારીઓ હોય કે સરકારી વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ પડતર માંગોને આંદોલનો શરૂ કરી દીધા છે આજરોજ સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુજરાત ગેસ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ પોતાની પડતર માંગોને લઈને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા.

કલેકટર કચેરી બહાર સૂત્રચાર કરી કોન્ટ્રાક પ્રથા બંધ કરવાની માંગ સાથે કાયમી કરવા જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી. કર્મચારીઓએ કોન્ટ્રાક પ્રથા બંધ કરી પગાર વધારવાની માંગ સાથે કાયમી કરવા જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી જો આગામી દિવસોમાં માંગ સ્વીકારવામાં ન આવે તો અમરણ ઉપવાસ પર બેસવાની ચીમકી આપી હતી.

Latest Stories