સુરત : ગુજરાતમાં સૌથી મોટી 1.50 લાખ પાનાની ચાર્જશીટ ઉધના પોલીસે દાખલ કરી, જાણો શું છે સમગ્ર મામલો..!

સુરત શહેરમાંથી સૌથી મોટા સાયબર ફ્રોડનો મામલો સામે આવ્યો છે, ત્યારે આ મામલે ઉધના પોલીસ દ્વારા 1.50 લાખ પાનાની ચાર્જશીટ ફાઇલ કરાય....

New Update
  • શહેરમાંથી સામે આવ્યો સૌથી મોટા સાયબર ફ્રોડનો મામલો

  • ઉધના પોલીસ દ્વારા કાર્યવાહી કરી 8 આરોપીઓની ધરપકડ

  • ગુજરાતમાં સૌથી મોટી ચાર્જશીટ ઉધના પોલીસ દ્વારા કરાય

  • ઉધના પોલીસ દ્વારા 1.50 લાખ પાનાની ચાર્જશીટ ફાઇલ કરાય

  • તમામ આરોપીઓને હાલ મોકલાયા છે જ્યુડિશિયલ કસ્ટડીમાં 

સુરત શહેરમાંથી સૌથી મોટા સાયબર ફ્રોડનો મામલો સામે આવ્યો છેત્યારે આ મામલે ઉધના પોલીસે 1.50 લાખ પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. જોકેગુજરાતમાં સૌથી મોટી ચાર્જશીટ ઉધના પોલીસ દ્વારા દાખલ કરવામાં આવી છે.

ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી અનેક રાજ્યોમાં ઘણા મોટા કિસ્સાઓ સામે આવ્યા છે. આ દરેક ઘટનાઓમાં ભારતીય તપાસ એજન્સીઓ દ્વારા રાજ્યોની અલગ અલગ કોર્ટમાં ખૂબ લાંબા પેજની ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. ભારતમાં સૌથી વધુ ચર્ચિત કેસોમાં ગુજરાતનો રાજકોટ TRP ગેમઝોન હત્યાકાંડ તેમજ સુરતના સરથાણા વિસ્તારમાં થયેલ તક્ષશિલા અગ્નિકાંડ છે.

તક્ષશિલા અગ્નિકાંડમાં કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા. જોકેકોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગના 2 મહિના પછીપોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી. 270 થી વધુ સાક્ષીઓના નિવેદનો સાથે 4,271 પાનાની ચાર્જશીટ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકેહવે ગુજરાત અને સુરતના ઇતિહાસની સૌથી મોટી કોઈ ચાર્જશીટ હોય તો તે ઉધના પોલીસ દ્વારા દાખલ કરવામાં આવી છે.

આ કેસમાં ઉધના પોલીસ એક્શનમાં આવી હતીઅને તપાસ કરતાં RBL બેંકની 3 શાખાઓના 8 કર્મચારીઓની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કેઆરોપીઓ નાણાની ખોટી રીતે લેવડદેવડ કરવા માટે કરંટ એન્કાઉન્ટ ખોલી આપતા હતા. અગાઉ પકડાયેલા આરોપીની તપાસમાં સમગ્ર મામલાનો ખુલાસો થયો હતો. આ કર્મચારીઓને તા. 8મી ઓગસ્ટ સુધીના રિમાન્ડ પર મોકલાયા હતા. હવે પોલીસે આ કેસમાં 1.50 લાખ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે. ઉધના પોલીસે સાયબર ફ્રોડનો ગુનો નોંધ્યો હતો. હાલ ગુનાના ધરપકડ કરાયેલ તમામ આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

Latest Stories