કોરોનાની મહામારી દરમિયાન પડી ભાંગેલી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરી બેઠા થવાનો પ્રયાસ કરી રહી છે. નિર્માતાઓ અને દિગ્દર્શકો ફરી એક વખત ફિલ્મ મેકિંગ માટે તનતોડ મહેનત કરી રહયાં છે ત્યારે જાણીતા દિગ્દર્શક જયંત ગીલાતરની નવી ફિલ્મ હલકી ફુલકીનો પ્રિમિયર સુરતના પીવીઆર સિનેમા ખાતે યોજાયો હતો.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં હવે એકથી એક ચઢીયાતા વિષયો પર બની રહેલી ફિલ્મો દર્શકોને આર્કષી રહી છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના બદલાયેલા ટ્રેન્ડ વચ્ચે કોરોનાની મહામારી આવી હતી. કોરોનાની મહામારીના કારણે થિયેટરોને બંધ કરવામાં આવ્યાં હતાં. થિયેટરો બંધ થતાં નિર્માતાઓ, દિગ્દર્શકો અને કલાકારો સામે નવો પડકાર આવીને ઉભો હતો.. તેમણે આ પડકારને સ્વીકારી ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મો રીલીઝ કરી દર્શકોની જરૂરીયાતને પુર્ણ કરી હતી. ચોક એન્ડ ડસ્ટર, ગુજરાત-11 સહિતની અનેક હીટ ફિલ્મો આપનારા દિગ્દર્શક જયંત ગીલાતરની નવી ફિલ્મ હલકી ફુલકી આવી રહી છે. આ ફિલ્મનો પ્રિમિયર સુરતના પીવીઆર સિનેમા ખાતે યોજાયો હતો.