Connect Gujarat
સુરત 

સુરત : હાર્દિક પટેલે સરદાર પટેલ ફાર્મ ખાતે વિવિધ પ્રશ્નોને લઇ લોકો સાથે કરી ચર્ચા

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ સુરતની મુલાકાતે, અલગ-અલગ મુદ્દે સરદાર ફાર્મ ખાતે યોજી મીટીંગ

X

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સુરતની મુલાકાતે આવ્યા. અલગ-અલગ મુદ્દાઓને લઈને લોકો સાથે સરદાર ફાર્મ ખાતે મીટીંગ યોજી હતી.

હાર્દિક પટેલે તાજેતરમાં પસાર થયેલ obc સંશોધન આરક્ષણ બિલને સમર્થન આપ્યું હતું હાર્દિકે રાજ્યની અંદર પટેલ,રાજપૂત, બ્રાહ્મણ,સોની,લુહાના, સમાજ જે લોકો સુવર્ણ કહેવાય છે એનું આર્થિક અને સામાજિક રીતે સર્વે થવો જોઈએ જે સમાજ ગરીબ હોય એ લોકોને OBC આધારિત સહયોગ મળવો જોઈએ તેવું નિવેદન આપ્યું હતું

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ બે દિવસ સુરતની મુલાકાતે છે શહેરના યોગી ચોક ખાતે સરદાર પટેલ ફાર્મમાં હાર્દિક પટેલે લોકો સાથે મિટિંગનું આયોજન કર્યું હતું. લોકોના પ્રશ્નો સાંભળી તેમજ શાળા સંચાલકો દ્વારા વસૂલવામાં આવતી ફી અંગે આંદોલન કરવા આયોજન કર્યું હતું. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સુરત ખાતે અલગ-અલગ મુદ્દાઓને લઈને લોકોને મળવા નો પ્રયાસ કરું છું. કોરોના બાદ મધ્યમ વર્ગીય પરિવારોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. સુરત જેવું આર્થિક મજબૂત શહેરમાં મધ્યમ વર્ગીય પરિવારની સ્થિતિ ખરાબ છે. 2017 માં પણ વાયદો કરવામાં આવ્યો હતો. ભાજપ દ્વારા તમામ મકાનો દસ્તાવેજો કરી આપીશું હજુ સુધી દસ્તાવેજો નથી થયા તો આ તમામ મકાનોનું દસ્તાવેજ રાજ્ય સરકાર ખાસ કરીને કલેકટરના આદેશથી કરે એવી મારી વિનંતી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે જે OBC સંશોધન બિલને હાર્દિકે આવકર્યો હતો અને રાજ્યની અંદર પટેલ, રાજપૂત, બ્રાહ્મણ, સોની, લુહાના, સમાજ જે સુવર્ણ કહેવાય છે તેનું આર્થિક અને સામાજિક રીતે સર્વે થવો જોઈએ તેવું પણ હાર્દિકે જણાવ્યુ હતું.

Next Story