Connect Gujarat
સુરત 

સુરત: તાપમાનનો પારો ગગડતા પ્રાણી સંગ્રહાલયમાં વન્ય જીવો માટે હીટરની કરાઈ વ્યવસ્થા

સુરતમાં ઠંડીનોચમકારો વધતા પ્રાણી સંગ્રહાલયમાં વન્ય જીવો માટે હીટરની વ્યવસ્થા કરવામાં આવી.

X

સુરતમાં ઠંડીનોચમકારો વધતા પ્રાણી સંગ્રહાલયમાં વન્ય જીવો માટે હીટરની વ્યવસ્થા કરવામાં આવી.

છેલ્લા પંદર દિવસથી વાતાવરણમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં પણ 14 ડિગ્રી સુધી વાતાવરણ અનુભવાયું છે. રાત્રીના સમયે ઠંડી વધુ હોવાના કારણે સુરત મહાનગરપાલિકા સંચાલિત નેચર પાર્કમાં પણ અલાયદી વ્યવસ્થા ઊભી કરવા માટે શરૂઆત કરવામાં આવી છે. સરથાણા નેચર પાર્ક ખાતે વન્ય પ્રાણીઓના પાંજરા પાસે હીટરની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને તેઓને વધુ પડતાં ઠંડા વાતાવરણમાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે છે અને પ્રાણીઓને ઠંડીમાં રક્ષણ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

સરથાણા નેચર પાર્કમાં મોટી સંખ્યામાં રાખવામાં આવેલા વન્યપ્રાણીઓની તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવતી હોય છે. ત્રણેય ઋતુઓની જે પ્રકારે શહેરીજનો ઉપર અસર દેખાય છે તેવી જ રીતે અન્ય પશુઓ ઉપર પણ તેની અસર સ્વાભાવિક રીતે જ દેખાતી હોય છે. એવી સ્થિતિમાં સુરત કોર્પોરેશન દ્વારા વન્ય પ્રાણીઓને કોઈ મુશ્કેલી ઊભી ન થાય તેની સમયાંતરે કાળજી રાખવામાં આવતી હોય છે.

Next Story