/connect-gujarat/media/post_banners/dd50c0cc7b7e6cedb107029e3d72995f8180601bf1f060612a204dfd0a9007ae.jpg)
સુરત શહેરના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ હિન્દી સાહિત્ય સાથે જોડાયેલા વ્યક્તિઓની ઉપસ્થિતિમાં હિન્દી ભાષા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
હિન્દી ભાષાને લઈને હાલની માનસિકતા અને ભવિષ્યમાં કઈ દિશામાં આ ભાષાનો વિકાસ થશે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવા સુરત ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં હિન્દી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હિન્દી ભાષાનું મહત્વ વધારવા માટે આગામી દિવસોમાં અલગ અલગ અભ્યાસક્રમો પણ હિન્દી ભાષામાં આવે તે પ્રકારનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. હિન્દી ભાષાને વધુ પ્રભુત્વ આપવા માટે હિન્દી ભાષામાં જ મેડિકલ એન્જિનિયરિંગ સહિતના વિષયોમાં શીખવવામાં આવે તે દિશામાં કાર્ય થઈ રહ્યું છે. જોકે, હવે હિન્દી ભાષાના શબ્દકોશને વધારવા કંઠસ્થ 2.0 ટૂલ લોન્ચ કરવામાં આવ્યું છે. અલગ અલગ ભાષાઓના શબ્દોને આવરી લઈ શબ્દકોશ વિશાળ અને વ્યાપક કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ અત્યારે જે પ્રકારે શિક્ષણની દિશા આગળ વધી છે, જેના કારણે માત્ર અંગ્રેજી માધ્યમમાં જ બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય વાલીઓને પણ દેખાઈ રહ્યું છે. યુવાનો વિશેષ કરીને અંગ્રેજી ભાષાને ખુબ પ્રાધાન્ય આપે છે, અને હિન્દી ભાષાને બોલવામાં લઘુતાગ્રંથી અનુભવે છે. આ માનસિકતામાંથી બહાર આવવું જરૂરી છે, ત્યારે હિન્દી ભાષાને વધુમાં વધુ અગ્રિમતા આપવા માટે સુરત ખાતે હિન્દી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.