સુરત : સુમન આવાસમાં ગંદકીને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવી વિફર્યા, મહિલાઓને કહ્યું હાથમાં લાકડી લઈને બેસવા કહ્યું

હાથમાં લાકડી લઈને બેસો, તો લોકો માવાની પિચકારીથી બિલ્ડીંગ અને લિફ્ટમાં ગંદકી કરશે નહીં.: હર્ષ સંઘવી

સુરત : સુમન આવાસમાં ગંદકીને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવી વિફર્યા, મહિલાઓને કહ્યું હાથમાં લાકડી લઈને બેસવા કહ્યું
New Update

સુરત શહેરના મજુરા વિસ્તારમાં આવેલા સુમન આવાસ ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આવી પહોંચ્યા હતા, જ્યાં સુમન આવાસમાં ગંદકીને લઈને ગૃહમંત્રીને જાણ થતાં જ તેઓ વિફર્યા હતા, અને મહિલાઓને કહ્યું હતું કે, હાથમાં લાકડી લઈને બેસો, તો કોઈપણ વ્યક્તિ ગંદકી નહીં કરે.

સુરત શહેરના મજુરા વિસ્તાર સ્થિત સુમન આવાસ ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચતા મહિલાઓ દ્વારા ગંદકીને લઈને ફરિયાદ કરવામાં આવી હતી. મહિલાઓએ જણાવ્યુ હતું કે, આવાસમાં માવાની પિચકારીઓ મારવામાં આવી રહી છે. ત્યારે હર્ષ સંઘવીએ મહિલાઓને જણાવ્યુ હતું કે, હાથમાં લાકડી લઈને બેસો, તો લોકો માવાની પિચકારીથી બિલ્ડીંગ અને લિફ્ટમાં ગંદકી કરશે નહીં. મહિલાઓએ હર્ષ સંઘવીને આવાસના પુરુષો દ્વારા કરવામાં આવતી ગંદકી અંગે ફરિયાદ કરતા હર્ષ સંઘવીએ કાર્યવાહી માટે આશ્વાસન પણ આપ્યું હતું.

જેમાં પુરૂષો દ્વારા કરવામાં આવતી ગંદકી અંગે મહિલાઓ કહ્યું હતું કે, પુરૂષોને કંઈ કહીએ તો ગુસ્સો કરવામાં આવે છે. જેને લઈને હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, કોઈ તમને હેરાન કરે કે, કંઈ કહે તો મને ફોન કરજો. આવાસમાં ગ્રાઉન્ડને લઈને પણ રહીશો દ્વારા કંઈક વ્યવસ્થા કરવા જણાવ્યું હતું, ત્યારે હર્ષ સંઘવીએ ગ્રાઉન્ડને વ્યવસ્થિત બનાવવા માટે રૂપિયા 5 લાખની તાત્કાલિક ગ્રાન્ટ આપી હતી.

#ConnectGujarat #Home Minister #Surat #Harsh Sanghvi #ગંદકી #સુરત #Surat Harsh Sanghvi #Suman Awas #ગૃહમંત્રી હર્ષ સંઘવી #HM Harsh Sanghvi #Harsh Sanghvi statement
Here are a few more articles:
Read the Next Article