Connect Gujarat
સુરત 

સુરત : સરકાર તમારી ચિંતા કરે છે જ છે તો તમે પણ સ્વસ્થ રહો : સીએમ ભુપેન્દ્ર પટેલ

ફીટ ઇન્ડીયા - ફીટ ગુજરાત અંતર્ગત સુરતમાં રાજયકક્ષાની સાયકલાથોન યોજાઇ હતી જેને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું

X

ફીટ ઇન્ડીયા - ફીટ ગુજરાત અંતર્ગત સુરતમાં રાજયકક્ષાની સાયકલાથોન યોજાઇ હતી જેને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું...

સુરત ખાતે રાજ્ય સરકારના આરોગ્ય મંત્રાલયના ઉપક્રમે સાયકલોથોન 2021 નું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે લોકોની સ્વાસ્થ્ય અને સુખાકારી માટે યોજાયેલ આ કાર્યક્રમમાં કોરોના ની તમામ ગાઈડલાઈનના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતાં. ફીટ ઇન્ડીયા ફીટ ગુજરાત અંતર્ગત યોજાયેલી સાયકલાથોનના ઉદઘાટન સમારંભમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપરાંત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, કેન્દ્રીય રેલરાજયમંત્રી દર્શના જરદોશ, રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી, મેયર હેમાલી બોઘાવાલા,પોલીસ કમિશ્નર અજય તોમર સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. સાયકલાથોનમાં 7,500 કરતાં વધારે સાયકલીસ્ટો જોડાયાં હતાં. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન સૌની કાળજી રાખી રહયાં છે અને તેમણે બુસ્ટર ડોઝની જાહેરાત કરી છે. તેઓ આપણી ચિંતા કરે છે છે તેથી આપણે પણ આપણા આરોગ્યની ચિંતા કરવાની છે..

આ પ્રસંગે ઉપસ્થિત ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સ્વાસ્થયની જાળવણી માટે સાયકલ ચલાવવી બહુ ઉપયોગી સાબિત થાય છે. સુરત મહાનગરપાલિકા પણ સર્વિસ રોડ પર સાયકલ સવારી માટે 60 કીમીનો રૂટ તૈયાર કરવામાં આવી રહયો છે.

Next Story