Connect Gujarat
સુરત 

સુરત : વરસાદે વિરામ લીધા બાદ જિલ્લાના ઠેરઠેર રસ્તાઓ તૂટ્યા તો ક્યાક વૃક્ષોનું શીર્ષાશન, જુઓ તબાહીના દ્રશ્યો

સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે.જેમાં આજે વરસાદે વિરામ લીધા બાદ તંત્રની પોલ ખૂલી હોય તેમ લાગી રહ્યું છે.

X

સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે.જેમાં આજે વરસાદે વિરામ લીધા બાદ તંત્રની પોલ ખૂલી હોય તેમ લાગી રહ્યું છે. ઠેર ઠેર ઘૂંટણસમા પાણી ભરાયા હતા તો રસ્તાઓ બિસ્માર બન્યા હતા અને વૃક્ષો પણ ધરાશાયી થયા હતા.

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને કારણે જિલ્લાના તમામ જળાશયોમાં પાણીથી છલકાઈ ગયાં છે. તમામ દક્ષિણ ગુજરાતની નદીઓ બંને કાંઠે વહી રહી છે. સુરત જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. જોકે જેમાં આજે વરસાદે વિરામ લીધા બાદ તંત્રની પોલ ખુલી હોય તેમ લાગી રહ્યું છે.

જિલ્લાના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર રસ્તાઓ તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા . અટી ભારે વરસાદને કારણે કિમ માંડવી સ્ટેટ હાઇવે બિસ્માર બન્યો હતો. ઓલપાડ ના કિમ ગામે સર્વિસ રોડ ડિસ્કો માર્ગ હતો. બે દિવસ પહેલા પુરેલા ખાડા વરસાદ પડતાં ફરી પડ્યા હતા. જેને લઈને વાહન ચાલકોમાં હલકી વેઠવાનો વારો આવ્યો હતો. ખાડામાં ખરકાવ થઈ જવાનો ભય સ્થાનિકો સતાવી રહ્યો હતો. બીજી તરફ બારડોલીમાંથી પસાર થતી મીંઢોળા નદી બન્ને કાંઠે વહેતી થઈ હતી. જેમાં તાપી જિલ્લાનાં ડોસવાળા ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં મીંઢોળા નદી પ્રભાવિત થઈ હતી. જેને લઈને બારડોલીમાં વહીવટી તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે રામજી મંદિર નજીકનો લો લેવલ પુલ બંધ કરાયો હતો.પુલ પર લગાવાયેલ રેલિંગ તંત્ર દ્વારા કાઢવામાં આવી હતી.આગમચેતીના ભાગરૂપે ફાયર વિભાગ તેમજ પોલીસ તંત્ર સ્થળ પર પહોંચ્યું હતું. અને તલાવડી નીચણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરાયા હતા. માંડવીમાં પણ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો જોત જોતામાં શહેરમાં વરસાદે તબાહી મચાવી હતી અને વર્ષો જુના 2 વૃક્ષો થયા ધરાશાયી થયા હતા. જેમાં એક વૃક્ષ હોમગાર્ડ યુનિટના મકાન અને પતરાની મઢુંલી પર પડ્યું હતું જેને લઈને પતરાની મઢુલીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. વૃક્ષ ધરાશાયી થતાં હોમગાર્ડ યુનિટના મકાનની દીવાલ તૂટી પડી હતી જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. એક તરફ વરસાદ થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ બીજી તરફ વરસાદ ખેંચાયા બાદ ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસી પડતા લોકો આનંદ વ્યક્ત કરી રહ્યા છે. આગામી સમયમાં પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

Next Story