Connect Gujarat
સુરત 

સુરત : જો, તમે વેક્સિનના બન્ને ડોઝ લીધા હશે તો જ મળશે જાહેર સ્થળોએ પ્રવેશ.

કોરોનાના કેસમાં વધારો-ઘટાડો થતો રહે છે, ત્યારે હવે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ એક્શન મોડમાં આવી ગયું છે

X

સુરત શહેર તથા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો-ઘટાડો થતો રહે છે, ત્યારે હવે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ એક્શન મોડમાં આવી ગયું છે. જેમાં લોકોને આજથી જાહેર સ્થળે પ્રવેશ માટે વેક્સિનના બન્ને ડોઝ ફરજિયાત કરવામાં આવ્યા છે.

સુરતમાં દિવાળી બાદ કોરોના સંક્રમણ માથુ ઉચકી રહ્યું છે, ત્યારે તહેવારોની રજાઓ પૂર્ણ થતાં કોરોના વેક્સિનેશનની કામગીરી પણ તેજ કરવામાં આવી છે. જેમાં બહાર ગામ ફરવા ગયેલા કે, બહારથી આવતાં તમામ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. આ સાથે જ સુરત શહેરમાં લોકોને આજથી જાહેર સ્થળે પ્રવેશ માટે વેક્સિનના બન્ને ડોઝ ફરજિયાત કરવામાં આવ્યા છે.

જોકે, શહેરના તમામ ઝોન, મહાનગરપાલિકાની કચેરીઓ કે, અન્ય જાહેર સ્થળોએ લોકોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. મોબાઇલ એપથી ક્યુઆર કોડની ચકાસણી અને ફીઝીકલ ચેકીંગ પણ કરાય રહી છે. ઉપરાંત લાઈબ્રેરી, સિટી બસ અને BRTS બસમાં પ્રવેશતા લોકોનું વેક્સિન સર્ટિફિકેટ ચકાસવામાં આવી રહ્યું છે. જોકે, પહેલો ડોઝ લીધા બાદ બીજો ડોઝ લેવા માટે 84 દિવસનો સમય પૂર્ણ થયો ન હોય તેવા લોકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

Next Story