સુરત : સોનું -ચાંદી ખરીદવું હોય તો ખરીદી લેજો, સોમવારે જવેલર્સની દુકાનો રહેશે બંધ

સુરત સહિત દક્ષિણ ગુજરાતના 3,500થી વધારે જવેલર્સ જોડાવા જઇ રહયાં છે.

New Update
સુરત : સોનું -ચાંદી ખરીદવું હોય તો ખરીદી લેજો, સોમવારે જવેલર્સની દુકાનો રહેશે બંધ

રાજયના જવેલર્સ રક્ષાબંધનના બીજા દિવસે એટલે કે સોમવારના રોજ હડતાળ પર જઇ રહયાં છે. હોલમાર્કિંગ અને યુનિક આઇડીની જટિલ કાર્યવાહીને સરળ બનાવવાની માંગ જવેલર્સ કરી રહયાં છે. જવેલરીનું યુનિક આઇડી રજીસ્ટ્રેશન કરી પોર્ટલ પર વિગતો મુકવા સામે જવેલર્સ વિરોધ નોંધાવી રહયાં છે. પોતાની માંગણીઓ સંદર્ભમાં સરકારનું ધ્યાન દોરવા માટે સોમવારના રોજ જવેલર્સ એસોસીએશને એક દિવસીય હડતાળનું એલાન કર્યું છે. જેમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના 3,500થી વધારે જવેલર્સ જોડાવા જઇ રહયાં છે. આમ સોમવારના રોજ જવેલર્સની દુકાનો એક દિવસ માટે બંધ રહેશે.

Advertisment