New Update
ગુજરાત એટીએસના સુરતમાં દરોડા
પ્રતિબંધિત કેમિકલની કરવામાં આવતી હતી નિકાસ
2 ઉદ્યોગપતિઓની સંડોવણી બહાર આવી
કોર્ટે બન્ને આરોપીના 3 દિવસના રિમાન્ડ કર્યા મંજુર
ખોટા દસ્તાવેજોના આધારે થતી હતી નિકાસ
વર્લ્ડના કુખ્યાત મેક્સિકન ડ્રગ માફિયા સિનોલોઆ કાર્ટેલ અને સુરતના બે ઉદ્યોગપતિઓ વચ્ચે પ્રતિબંધિત કેમિકલ્સની ગેરકાયદેસર નિકાસના કૌભાંડનો ગુજરાત ATS દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.
ગુજરાત ATSની ટીમે સુરતના ઉદ્યોગપતિ સતિષકુમાર હરેશભાઈ સુતરીયા અને યુક્તાકુમારી આશિષકુમાર મોદી સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. આ બંને ઉદ્યોગપતિઓ ફેન્ટાનિલ નામનું પ્રતિબંધિત ડ્રગ બનાવવા માટેના કેમિકલ્સ મેક્સિકો, ગ્વાટેમાલા અને અન્ય દેશોમાં એક્સપોર્ટ કરી રહ્યા હતા. કોર્ટે બંને આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરતા એટીએસ વધુ તપાસ હાથ ધરશે.ગુજરાત ATS દ્વારા હાથ ધરાયેલી તપાસમાં જાણવા મળ્યું કે, સુરતના એથોસ કેમિકલ્સ પ્રા.લિ., અગ્રત કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટીકલ્સ અને એસ.આર. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટીકલ્સની મદદથી મેક્સિકો અને ગ્વાટેમાલાની કંપનીઓને ગેરકાયદેસર ડ્રગ-મેકિંગ કેમિકલ્સ પહોંચાડવામાં આવતાં હતા. આ કેમિકલ્સ ગ્વાટેમાલા સ્થિત J&C Import કંપનીને મોકલવામાં આવતાં હતા, જે સિનોલોઆ કાર્ટેલ સાથે સીધા સંકળાયેલી હોવાનું અનુમાન છે. બન્નેની ધરપકડ બાદ સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. બન્નેના ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટ મંજૂર કર્યા છે.ATS બંન્નેને લઇ અમદાવાદ નીકળી ગઈ છે.ગુજરાત ATSને મળેલી બાતમી અનુસાર, આ ઉદ્યોગપતિઓ ગેરકાયદેસર રીતે ડ્રગ બનાવવાના ચાવીરૂપ કેમિકલ્સને બોગસ નામ અને ખોટા દસ્તાવેજો દ્વારા નિકાસ કરતા હતા
Latest Stories