Connect Gujarat
સુરત 

સુરત : બદેખા ચકલામાં સરકારી મિલકત પર ગેરકાયદે કબજો, જુગારનો અડ્ડો ધમધમે છે

મહાનગરપાલિકાએ મહિલાઓ માટે સિવણ કલાસ સહિતની રોજગારલક્ષી તાલીમ માટે ફાળવેલી જગ્યામાં જુગારનો અડ્ડો ધમધમતો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે..

X

સુરત મહાનગરપાલિકાએ મહિલાઓ માટે સિવણ કલાસ સહિતની રોજગારલક્ષી તાલીમ માટે ફાળવેલી જગ્યામાં જુગારનો અડ્ડો ધમધમતો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે..

સુરત મહાનગરપાલિકાએ બડેખા ચકલા વિસ્તારમાં સરકારી ઇમારતને એક સંસ્થાને મહિલાઓના ઉત્કર્ષ માટે વિવિધ પ્રવૃતિઓ કરવા માટે આપી હતી. મહિલાઓ સિવણ, કોમ્પ્યુટર તથા અન્ય રોજગારલક્ષી તાલીમ મેળવી શકે તે માટે તત્કાલિન નગરસેવક અને ભાજપના અગ્રણી દિપક આફ્રિકાવાળાના પ્રયાસોથી આ કામગીરી કરાય હતી. મહિલાઓના ઉત્કર્ષ માટે ફાળવવામાં આવેલી આ ઇમારતનો હાલ દુરઉપયોગ થઇ રહયો છે. દિપક આફ્રિકાવાળાના જણાવ્યા અનુસાર આ ઇમારતમાં જુગારના અડ્ડાની સાથે જીમ પણ ધમધમી રહયું છે અને કેટલાક અસામાજીક તત્વો તેમાંથી અઢળક આવક મેળવી રહયાં છે.

જીમમાં આવનારા લોકો પાસેથી મહિને 300 થી 400 રૂપિયા, કેરમ અને તીનપટ્ટી રમવા માટે કલાકના 200 રૂપિયા ઉઘરાવાય રહયાં છે. તો બપોરે 2 થી 4 વાગ્યા સુધીના બેચમાં વ્યકતિ દીઠ 5 હજાર રૂપિયા લેવામાં આવી રહયાં છે. મહાનગરપાલિકાની સામાન્યસભામાં આ મુદ્દો ખુબ ચગ્યો હતો. ઘટના બાદ મ્યુનિસિપલ કમિશ્નરે તપાસના આદેશ આપ્યાં છે.

Next Story