સુરત: હીરા મંદીની અસર,નાના યુનિટો બંધ થઈ જતા કારખાનેદારોએ ઘંટીઓ સ્ક્રેપમાં વેચવા બન્યા મજબૂર

હીરાના નાના યુનિટો બંધ થઈ રહ્યા છે અને કારખાનેદારો તેમની ઘંટીઓ સ્ક્રેપમાં વેચી રહ્યા છે. સ્થિતિએ છે કે હીરાની ઘંટીઓથી સ્ક્રેપના ગોડાઉનો ઉભરાઈ ગયા

New Update
  • હીરા બજારમાં મંદીની ગંભીર અસર

  • કારીગરોએ હીરાનો ધંધો કર્યો બંધ

  • નાના કારખાનેદારો ઘંટી વેચવા બન્યા મજબૂર

  • સ્ક્રેપ માર્કેટ ઘંટીના ભરાવાથી ઉભરાયું

  • સ્ક્રેપમાં ઘંટીની આવક વધી પરંતુ કોઈ ખરીદનાર નથી 

સુરતમાં હીરા બજાર લાંબા સમયથી મંદીનો માર સહન કરી રહ્યું છેજેની આર્થિક-સામાજિક અસરો જોવા મળી રહી છે.મંદીની અસરને પગલે નાના યુનિટો બંધ થઈ રહ્યા છે અને કારખાનેદારો તેમની ઘંટીઓ સ્ક્રેપમાં વેચી રહ્યા છે.

સુરતમાં વરાછા અને કતારગામ વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં હીરા મંદીની અસર દેખાઈ રહી છે. હીરાના નાના યુનિટો બંધ થઈ રહ્યા છે અને કારખાનેદારો તેમની ઘંટીઓ સ્ક્રેપમાં વેચી રહ્યા છે. સ્થિતિએ છે કે હીરાની ઘંટીઓથી સ્ક્રેપના ગોડાઉનો ઉભરાઈ ગયા છેઘંટી વેચવાવાળા ઘણા આવી રહ્યા છે પણ ખરીદવા માટે કોઈ આવતું નથી. છેલ્લા કેટલાક સમયથી મંદીનો માહોલ ચાલી રહ્યો હોવાના કારણે નાના નાના ઘણા બધા યુનિટો બંધ થઈ ગયા છે.

તો ઘણા બધા કારીગરોએ હીરાનો ધંધો છોડીને અન્ય જગ્યાએ રોજગારી માટેની તલાશ આદરી દીધી છે. કોઈએ નાના-મોટા વ્યવસાય સ્વીકારીને પરિવારનું ગુજરાન ચાલી શકે તેવી વ્યવસ્થા કરવા લાગ્યા છે. વરાછા વિસ્તારમાં મહાદેવ નગરસવાણી એસ્ટેટ અને ભવાની સર્કલ નજીક ઘણા બધા સ્ક્રેપ ના ગોડાઉનો આવેલા છે.જે હાલમાં હીરા ઘસવાની ઘંટીથી ઉભરાઈ રહ્યા છે.

Read the Next Article

સુરત : જયપુરના મેયર સૌમ્યા ગુર્જરે ડાયમંડ સિટીના કર્યા વખાણ,મનપાની કામગીરી અને સ્વચ્છતાને બિરદાવી

રાજસ્થાનના જયપુરના મેયર સૌમ્યા ગુર્જર સુરત ડાયમંડ સિટીના મહેમાન બન્યા છે,આ પ્રસંગે તેઓએ મહાનગરપાલિકાની કામગીરી અને સ્વચ્છતાને બિરદાવી હતી.

New Update
  • સુરતના મહેમાન બન્યા જયપુરના મેયર

  • સૌમ્યા ગુર્જરે ડાયમંડ સિટીની મહેમાનગતિ માણી

  • શહેરની કામગીરી અને સ્વચ્છતાની કરી પ્રશંસા

  • ગુલાબી નગરી જયપુર પણ બનશે સ્વચ્છ શહેર

  • ભારતના દર્શન સુરતમાં થયા હોવાની લાગણી કરી વ્યક્તિ

રાજસ્થાનના જયપુરના મેયર સૌમ્યા ગુર્જર સુરત ડાયમંડ સિટીના મહેમાન બન્યા છે,આ પ્રસંગે તેઓએ મહાનગરપાલિકાની કામગીરી અને સ્વચ્છતાને બિરદાવી હતી.

રાજસ્થાનની ગુલાબી નગરી જયપુરના મેયર સૌમ્યા ગુર્જર સુરત શહેરના મહેમાન બન્યા છે.આ પ્રસંગે તેઓએ ડાયમંડ નગરી સુરત શહેરની પ્રશંસા કરી હતી.સૌમ્યા ગુર્જરે મહાનગરપાલિકાની  કામગીરી અને સ્વચ્છતાને બિરદાવી હતી.તેઓએ સુરતીઓના સ્વભાવને પણ મિલનસાર અને પ્રેમાળ હોવાનું જણાવ્યું હતું.વધુમાં સૌમ્યા ગુર્જરે સિટીઝન ફીડબેક પણ લીધા હતા.અને જણાવ્યું હતું કે સુરતના સ્થાનિક લોકો અને ટેક્સી ડ્રાઇવરોના રીવ્યુ લીધા હતા,જેમાં  તેઓએ એક જ જવાબ આપ્યો કે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં ઇન્ડસ્ટ્રી આવે છે અને ખુશીઓ પણ જોવા મળે છે.

વધુમાં સૌમ્યા ગુર્જરે જણાવ્યું હતું કે જયપુર ગુલાબી નગરી છે અને સાંસ્કૃતિક વારસા માટે ખૂબ અગત્યનું શહેર છે.સુરતમાં જે પ્રકારે સ્વચ્છતાને લઈને કામ થઈ રહ્યું છે તે જયપુરમાં પણ થાય તે માટે પ્રયાસ કરવા છે.પ્લાસ્ટિક વેસ્ટને જે પ્રકારે રિસાયકલ કરવામાં આવી રહ્યો છે તે ખૂબ સારો પ્લાન્ટ છે.આ અંગેની કામગીરી પણ જયપુરમાં થાય તે માટે પ્રયાસ કરવા જણાવ્યું હતું અને આખા ભારતના દર્શન સુરત શહેરમાં થયા હોવાની લાગણી તેઓએ વ્યક્ત કરી હતી.