/connect-gujarat/media/post_banners/6d178c33a61445af99b6ba66601bbafcb4990968edd25f25b102834751836c6e.jpg)
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત માં હિટવેવ જોવા મળી રહી છે ત્યારે કાપડ નગરી સુરતમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર કરી જતા લોકો ગરમીમાં શેકાયા હતા.
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં રવિવાર અને સોમવારે હીટવેવની આગાહી વ્યક્ત કરી છે. આ સાથે જ મહત્તમ તાપમાનનો પારો ૪૨ ડિગ્રીને પાર કરી જશે તેવી આગાહી કરાઈ છે. હીટવેવને પગલે આગામી બે દિવસ સાવચેતી રાખવા અનુરોધ કરાયો છે. ખાસ કરીને નાનાં બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓએ ખાસ તકેદારી રાખવી પડશે. ઘરની બહાર નીકળો ત્યારે માથું ઢાંકીને નીકળવા તેમજ ડીડ્રાઈડ્રેશનથી બચવા પાણી, છાસ કે લસ્સી જેવા પીણાનો ઉપયોગ કરવા સલાહ આપવામાં આવી છે. સુરત શહેરના લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
બપોર પહેલાજ રસ્તા સુમસાન થઈ ગયા હતા. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સૂર્યદેવતા કોપાયમાન થયા છે. આકાશમાંથી અગનવર્ષા થઇ રહી છે. મહત્તમ તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને અડી જતાં આગઝરતી ગરમીએ માઝા મૂકી છે. આકરી ગરમીને લીધે લોકો તોબા પોકારી રહ્યા છે. ચામડી દઝાડતી ગરમીને પગલે બપોરના સમયે રસ્તાઓ પણ સૂમસામ થઈ ગયા હતા. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ હીટવેવની આગાહી વ્યક્ત કરી છે. તેમજ મહત્તમ તાપમાનનો પારો ૪૨ ડિગ્રીને પાર કરી જશે તેવી સંભાવના પણ વ્યક્ત કરી છે.