/connect-gujarat/media/post_banners/8639aa8f5f7e31c960c62c549f7fbeab0734ba1e659b3760a8194f766180310a.jpg)
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં સગીરાની છેડતી કરી બ્લેડના ઘા મારી હુમલો કરનાર આરોપીની પાંડેસરા પોલીસે મહારાષ્ટ્રથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરમાં ફરી એકવાર ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસ જેવો કિસ્સો બનતા રહી ગયો હતો. પાંડેસરામાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ 2 અઠવાડિયા પહેલા પાંડેસરામાં બમરોલી ગોવાલક રોડ ખાતે 14 વર્ષની સગીરાની છેડતી કરી હતી. એટલું જ નહીં, આરોપી સગીરાને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો, ત્યારે વાતનો વિરોધ કરતા આરોપી સગીરાને બ્લેડના ઘા મારી મહારાષ્ટ્ર ફરાર થઇ ગયો હતો. હુમલામાં યુવતીનો ગાલ ચિરાઈ જતા 17 ટાંકા આવ્યા હતા. બનાવના પગલે પાંડેસરા પોલીસે બમરોલી રોડ પર આવેલ ગોવાલક નગરમાં રહેતા 25 વર્ષીય આરોપી કિરણ સુભાષ ઈસી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરતા તેની મહારાષ્ટ્રથી ધરપકડ કરવામાં આવી હતી.