/connect-gujarat/media/post_banners/976e7195d570716626fd858ac5ccc877566e3a6ef9a23b498916b7c1231a722a.jpg)
સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલ કોમ્પ્લેક્સના બીજા માળેથી કેટલોક ભાગ અચાનક ધરાશાયી થતાં 2 બાળકોને ગંભીર ઇજાના પગલે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલ ક્રિષ્ના નગરમાં આવેલ કોમ્પ્લેક્સના બીજા માળે ટેરેસનો એક તરફનો ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં કોમ્પ્લેક્સ નીચે રમી રહેલા કેટલાક બાળકો પૈકી 3 બાળકો પર કાટમાળ પડતાં ઈજાઓ પહોંચી હતી.
જેમાં 2 બાળકોને ગંભીર ઇજાના પગલે સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક બાળકની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે. બનવની જાણ થતાં જ સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં કાટમાળ હટાવવા સહિત લોકોને સલામત સ્થળે જવા અપીલ કરવામાં આવી હતી.