સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરત અવ્વલ નંબરે
કેન્દ્રના સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતે મેળવ્યું સ્થાન
રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયો એવોર્ડ કાર્યક્રમ
સ્વચ્છ સુપર લીગમાં સુરતને મળ્યું સ્થાન
મનપાના અધિકારીઓ અને સફાઈકર્મીઓએ કરી ઉજવણી
કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25 એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સુરત શહેરનો સમાવેશ થાય છે. તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની શ્રેણીમાં સુરતની પસંદગી કરવામાં આવી છે.
દેશમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર ઇન્દોરનો અને બીજો નંબર સુરતનો આવ્યો છે. સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડમાં ગુજરાતના ત્રણ શહેરનો સમાવેશ થયો છે. જેમાં સુપર સ્વચ્છ લીગમાં સુરત અને ગાંધીનગર તો મોટા શહેરોમાં અમદાવાદનો સમાવેશ થયો છે. સ્વચ્છતામાં સુરતને બીજો નંબર મળતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મેયર દક્ષેશ માવાણી સહિતના પદાધિકારીઓ દ્વારા રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવ્યો હતો.
આજે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સ્વચ્છતા સર્વેક્ષણ 2024ના એવોર્ડ સમારંભનું લાઇવ પ્રસારણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો-પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા નિહાળવામાં આવ્યું હતું.સુરતને સ્વચ્છતાનો એવોર્ડ મળતા આ ખુશીની પળને મહાનગરપાલિકાના હોદ્દેદારો,સત્તાધીશો અને સફાઈકર્મીઓ દ્વારા મીઠાઈ વહેંચીને ઉજવણી કરવામાં આવી હતી.