/connect-gujarat/media/post_banners/ceb121c757e14022ceaa5d9f558be116e58e25e6b538dcefc60911d2721f79e1.jpg)
મોંઘવારી વચ્ચે હવે સિલિન્ડર પણ ચોરી થવા માંડ્યા છે, ત્યારે સુરત શહેરના સરથાણા વિસ્તારમાં 15 ગેસ સિલિન્ડર સાથે 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ સિલિન્ડર ચોરી કરી 1500 રૂપિયામાં વેચી દેતા હતા. જોકે, હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે
શાકભાજી, તેલ, ગેસ સહિત પેટ્રોલ-ડીઝલના ભાવમાં દિનપ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે આવી મોંઘવારીમાં ગેસના ભાવ પણ આસમાને ચઢી રહ્યા છે, ત્યારે સામાન્ય વ્યક્તિને જીવન-જરૂરિયાતની ચીજવસ્તુ ખરીદવાના પણ ફાંફાં પડી ગયા છે. કપરી આ પરિસ્થિતિ વચ્ચે હવે ગેસ સિલિન્ડરની ચોરીના બનાવો વધ્યા છે. છેલ્લા એક મહિનામાં સરથાણા અને અમરોલી પંથકમાં 25 સિલિન્ડરની ચોરીને ચોર ઈસમો ગેસના બાટલાને ટારગેટ બનાવી રહ્યા છે.
સુરત શહેરના સરથાણા વિસ્તારમાં ચોરીના 15 ગેસના સિલિન્ડર સાથે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. ચોર ઈસમો ચોરી કરી બારોબાર ગેસ સિલેન્ડર વેચી દેતા હતા. છેલ્લા 2 મહિનાથી સરથાણા વિસ્તારમાં પાર્કિંગ અને લગ્ન પ્રસંગમાં ગેસ બાટલા ચોરી થવાની ફરિયાદ મળી હતી. છતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસે ફરિયાદના આધારે 15થી વધુ ગેસ સિલિન્ડર સાથે 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. જેમાં મુખ્ય આરોપી સંજય વાણીયા અલગ-અલગ મકાનોમાંથી ગેસના બાટલાની ચોરી કરતો, આ સાથે જ સરથાણા પોલીસે સરથાણાના 5 ગુનાના ભેદ ઉકેલ્યા છે. હાલ સરથાણા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.