/connect-gujarat/media/post_banners/3cb851c243d1289eb6a4da7e62da6f9f44c9ffe185c77a2f9b8c1083dc11339b.jpg)
સુરત શહેરમાં રાત્રી દરમ્યાન અસામાજિક તત્વો દ્વારા રોડ પર થતી ગુનાખોરીને અટકાવવા પોલીસ એક્શનમાં આવી છે. જેમાં પાંડેસરા પોલીસે ચેકિંગ હાથ ધરી 133 જેટલા વાહનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરત શહેરના પાંડેસરા પોલીસે ગુનાખોરીને અટકાવવા કાર્યવાહી હાથ ધરી છે. પાંડેસરા વિસ્તારમાંથી એક જ દિવસમાં 133 જેટલા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. રાત્રી દરમિયાન અસામાજિક તત્વો રોડ પર નીકળી ગુનાખોરીને અંજામ આપતા હોય છે, ત્યારે ગુનાખોરીને અટકાવવા પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. શંકાસ્પદ જણાવી આવતા 400થી વધુ ઇસમોને અટકાવી પૂછપરછ કરી હતી. 133 વાહનો જપ્ત કરી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં નંબર પ્લેટ વગરના વાહનો, ફોલ્ટી નંબર પ્લેટવાળા 70 વધુ વાહનો, મ્યુઝિકલ હોર્નવાળા 15થી વધુ વાહન, દસ્તાવેજ વગર તેમજ 3 સવારી હંકારતા 50થી વધુ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા.