વરાછામાં 25 વર્ષીય યુવતીની હત્યા
મંગેતરે જ ચપ્પુના ઘા મારીને કરી હત્યા
હત્યા પાછળનું રહસ્ય અકબંધ
હત્યારો મંગેતર ઘટના બાદ થયો ફરાર
પોલીસે સીસીટીવી આધારે શરૂ કરી તપાસ
સુરતના વરાછા વિસ્તારમાં 25 વર્ષીય યુવતીની હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે,યુવતીની હત્યા તેના મંગેતર દ્વારા જ કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતુ.
સુરતના વરાછા વિસ્તારમાં આવેલ હરિધામ સોસાયટીમાં રહેતી 25 વર્ષીય યુવતી વર્ષા અને સંદીપ પાધી વચ્ચે પ્રેમ સંબંધ હતા,અને બંને લગ્નના તાંતણે બંધાય તે પહેલા સગાઈ પણ કરવામાં આવી હતી,જોકે બન્ને વચ્ચે કોઈક બાબતે અણ બનાવ બન્યો હતો,અને જે વર્ષા માટે જીવલેણ સાબિત થયો હતો. સંદીપ સાથે વર્ષાની બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા સંદીપે વર્ષાના ગાળાના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા,અને વર્ષા તેના ઘરમાં જ લોહીના ખાબોચિયામાં ઢળી પડી હતી, તેમજ પ્રાથમિક સારવાર મળે તે અગાઉ જ તેનું મોત નીપજ્યુ હતું.
ઘટનાને અંજામ આપીને મંગેતર સંદીપ પાઘી ફરાર થઇ ગયો હતો.જ્યારે વરાછા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવીને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો.અને ફરાર હત્યારા મંગેતર સંદીપની ધરપકડ માટેના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે,આ ઉપરાંત સીસીટીવી ફૂટેજના આધારે પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.જ્યારે યુવતીની હત્યા પાછળનું કયું કારણ જવાબદાર છે તે અંગેની હકીકત બહાર લાવવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે.