સુરત : રત્નકલાકારોને પીવાના પાણીમાં ઝેર આપવાની ઘટના હત્યાનું કાવતરું હોવાની આશંકા,118 ડાયમંડ વર્કર સારવાર હેઠળ

ફિલ્ટરનું પાણી પીધા બાદ 118 જેટલા રત્નકલાકારોને ચક્કરની ફરિયાદ બાદ ફિલ્ટરમાંથી અનાજમાં નાંખવાનું પાઉચ મળી આવતા અફરાતફરી મચી ગઈ, પોલીસે એફએસસેલની મદદથી તપાસ શરૂ કરી

New Update
  • અનભ જેન્સમાં રત્ન કલાકારોને ઝેરીની અસરનો મામલે

  • 118 જેટલા રત્ન કલાકારોને ઝેરી દવાની થઈ હતી અસર

  • અત્યાર સુધીમાં છ જેટલા રત્ન કલાકારોICUમાં દાખલ

  • તમામની તબિયત હાલ સુધારા પર

  • ઘટનામાં સામુહિક હત્યાના કાવતરાની આશંકા

  • પોલીસે એફએસસેલની મદદથી તપાસ શરૂ કરી

સુરતના કાપોદ્રા વિસ્તારમાં અનભ ડાયમંડમાં પીવાના પાણીના ફિલ્ટરમાં સેલફોસનું પાઉચ ભેળવી દઈ સામૂહિક રીતે રત્નકલાકારોની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. ફિલ્ટરનું પાણી પીધા બાદ 118 જેટલા રત્નકલાકારોને ચક્કરની ફરિયાદ બાદ ફિલ્ટરમાંથી અનાજમાં નાંખવાનું પાઉચ મળી આવતા અફરાતફરી મચી ગઈ હતી.આ ઘટના સામુહિક હત્યાનું કાવતરું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં અનભ ડાયમંડમાં રત્નકલાકારોની એક પછી એક તબિયત લથડતા ચકચાર મચી ગઈ હતી,અને 118 જેટલા રત્નકલાકારોને ફિલ્ટરનું પાણી પીધા બાદ ઝરની ગંભીર અસર થઈ હતી.અને તમામને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પીવાના પાણીના ફિલ્ટરમાં સેલફોસનું પાઉચ ભેળવી દઈ સામૂહિક રીતે રત્નકલાકારોની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.આ ઘટના સામુહિક હત્યાનું કાવતરું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

પોલીસ દ્વારા હત્યાના કાવતરા હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. જે જગ્યા પર ફિલ્ટર હતું ત્યાં સીસીટીવી નથી. કારખાનાથી વાકેફ હોય તેવા વ્યક્તિ એટલે કે કારખાના કારીગર દ્વારા જ આ કૃત્ય કરવામાં આવ્યું હોય તેવી આશંકા છે. જેથી પોલીસFSLની સાથે ટીમ બનાવીને અસરગસ્ત 118 સહિત કારખાનામાં બેસતા તમામ રત્નકલાકારોના નિવેદન નોંધવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ આ મામલે અનભ ડાયમંડ હોસ્પિટલમાં તપાસ કરી રહી છે અને રત્નકલાકારોના લિસ્ટ સહિતની તપાસ હાથ ધરી છે.

કાપોદ્રા ચાર રસ્તા પાસે જીવરાજ શામજીભાઈ ગાબાણીનું અનભ ડાયમંડના નામે કારખાનું આવેલું છે. ગત રોજ સવારે સાડા આઠ વાગ્યે રાબેતા મુજબ 120થી વધુ કર્મચારીઓ નોકરીએ આવ્યા હતા. નોકરી પર આવ્યાના થોડાક કલાક એટલે કે સાડા 9 વાગ્યા આસપાસ સંખ્યાબંધ રત્નકલાકારોએ ચક્કર આવવા લાગ્યા હતા તે સાથે શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોવાની ફરિયાદ કરી હતી. ચક્કર આવવાની ફરિયાદ સાથે આ કારખાનામાં નોકરી કરતા 118 કરતા વધુ રત્નકલાકારોની હાલત કથળતાં મામલો ગંભીર બન્યો હતો.

તમામ કર્મચારીઓએ આ ફિલ્ટરમાંથી જ સંખ્યાબંધ વખત પાણી પીધું હોવાથી તમામની હાલત દયનીય બની હતી. મામલો નાજુક હોવાથી કારખાનેદારે ઉતાવળે નિર્ણય લઇ તમામ રત્નકલાકારોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડ્યા હતા.

104 રત્નકલાકારને કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યારે બીજા 14ને ડાયમંડ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. કિરણ હોસ્પિટલમાં દાખલ 104 પૈકી બેનેICUમાં ખસેડાયા હતા. હાલ તમામને 24 કલાક માટે ઓબ્ઝર્વેશનમાં રખાયા છે.

કાપોદ્રા પોલીસ દ્વારા આખી ઘટનાને લઇ ઝીણવટભરી તપાસ હાથ ધરવાની સાથેFSLની પણ મદદ લીધી છે. પાણીમાં ઝેર ભળ્યું છે કે નહિ તે માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. જ્યાં પાણીનું ફિલ્ટર હતું ત્યાં સીસીટીવી નહિ હોવાથી કોઇ અંદરના જ જાણભેદુએ પાણીના કુલરમાં પાઉચ ભેળવ્યું હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરી હતી. આ શખ્સ બહારથી અનાજમાં નાંખવાનું પાઉચ લઇને આવ્યો હોય અને મોકો જોઇ પ્લાસ્ટિકનું કવર ફાડી તેમાં નાખી દીધું હોય તેવું પોલીસ માની રહી છે.

Read the Next Article

સુરત પોલીસને મળી બાતમી..! : તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશીલી દવાનું વેચાણ કરતાં મેડિકલ સ્ટોર્સમાં તપાસ...

દેશના મોટા ભાગના રાજ્યોમાં ડ્રગ્સનું દૂષણ યુવાપેઢીનો નાશ કરી રહ્યું છે, હાલમાં ગુજરાતમાં પણ ડ્રગ્સના દુષણનો પગપેસારો થઈ રહ્યો છે.

New Update
  • 'નો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેઈનઅંતર્ગત પોલીસનું ચેકિંગ

  • પોલીસ દ્વારા શહેરના અલગ અલગ ઝોનમાં મેગા ડ્રાઈવ

  • નશીલી દવાનું વેચાણ થતું હોવાની પોલીસને માહિતી

  • શહેરના વિવિધ મેડિકલ સ્ટોર્સમાં પોલીસે તપાસ હાથ ધરી

  • તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના દવાના વેચાણ સામે કાર્યવાહી

'નો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેઈનઅંતર્ગત પોલીસ દ્વારા શહેરના અલગ અલગ 6 ઝોનમાં મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલાક મેડિકલ સ્ટોર્સમાં સંચાલકો તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશીલી દવાઓનું વેચાણ કરતા હોવાની પોલીસને માહિતી મળી હતી.

દેશના મોટા ભાગના રાજ્યોમાં ડ્રગ્સનું દૂષણ યુવાપેઢીનો નાશ કરી રહ્યું છેહાલમાં ગુજરાતમાં પણ ડ્રગ્સના દુષણનો પગપેસારો થઈ રહ્યો છે. યુવાપેઢીને ડ્રગ્સના પ્રભાવથી દૂર રાખવા માટે રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા'નો ડ્રગ્સ કેમ્પેઈનહાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત પોલીસ દ્વારા શહેરના અલગ અલગ 6 ઝોનમાં મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવમાં શહેર પોલીસ વિભાગનાDCP કક્ષાના અધિકારીઓ જોડાયા હતા.

 શહેરના વિવિધ વિસ્તારોમાં મેડિકલ સ્ટોરના સંચાલકો તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નાશીલી દવાઓનું વેચાણ કરતા હોવાની પોલીસને માહિતી મળી હતી. આ ઉપરાંત 200થી વધુમેડિકલ સ્ટોર્સમાં નશાયુક્ત દવાઓ શોધી કાઢવા મેગા ડ્રાઈવ હાથ ધરાય હતીત્યારે જે મેડિકલ સ્ટોરમાંથી નશાકારક દવા પકડાશે તો તેનું લાયસન્સ રદ્દ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ વિભાગ દ્વારા જણાવાયું છે.