Connect Gujarat
સુરત 

સુરત : માંગરોળના દેગડીયા ગામે જીવદયા પ્રેમીઓએ અજગરનું રેસક્યું કરી વન વિભાગને સોંપ્યો...

દેગડીયા ગામે અજગર દેખા દેતા યુવાનોએ અજગરનું રેસક્યું કરી વન વિભાગને સોંપ્યો

X

માંગરોળના દેગડીયા ગામે અજગર દેખાતા લોકોમાં કુતૂહલ

જીવદયા પ્રેમીઓએ રેસક્યું કરી અજગર વન વિભાગને સોંપ્યો

વન વિભાગે અજગરને સુરક્ષિત રીતે જંગલમાં મુક્ત કર્યો

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના દેગડીયા ગામે અજગર દેખા દેતા યુવાનોએ અજગરનું રેસક્યું કરી વન વિભાગને સોંપ્યો હતો. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના દેગડીયા ગામના મુખ્ય માર્ગ પરથી એક ટ્રક ચાલક પસાર થઈ રહ્યો હતો, ત્યારે રસ્તા વચ્ચે અજગર દેખા દેતા ટ્રક ચાલકે ગામના યુવાનોને જાણ કરી હતી, ત્યારે હાર્દિક ગામીત, હિરેન ગામીત, કિરણ ગામિત, તરુણ ગામીત,વિશાલ ગામીત, પ્રિતેશ ગામીત, અંકિત ગામીત, પિયુષ ગામિત સહિતના જીવદયા પ્રેમીઓએ ઘટના સ્થળે પહોચી સલામત રીતે અજગરનું રેસક્યું કર્યું હતું. ત્યારબાદ રેસક્યું કરાયેલ અજગરને વન વિભાગને સોંપતા વન વિભાગે અજગરને સુરક્ષિત રીતે જંગલમાં મુક્ત કર્યો હતો.

Next Story