Connect Gujarat
સુરત 

સુરત: કામરેજ પોલીસને મળી સફળતા,ઉંભેળ લૂંટના વધુ ત્રણ લૂંટારા રાજસ્થાનથી ઝડપાયા

ઉંભેળ ગામની સીમમાં આવેલ ફાર્મ હાઉસમાં કલરકામ અને ફર્નિચરના વેપારીને આંતરીને લૂંટ ચલાવનાર 3 લૂંટારુઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

સુરતના કામરેજના ઉંભેળ ગામની સીમમાં આવેલ ફાર્મ હાઉસમાં કલરકામ અને ફર્નિચરના વેપારીને આંતરીને લૂંટ ચલાવનાર 3 લૂંટારુઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતની કામરેજ પોલીસના જાપ્તામાં ઉભેલા આ ત્રણ લૂંટારાઓને જોઈ લો,આ લૂંટારાઓએ કામરેજના ઉંભેળ ગામની સીમમાં આવેલ ફાર્મ હાઉસમાં કલરકામ અને ફર્નિચરના વેપારીને બોલાવી તેને પિસ્ટલ બતાવી, ધમકાવી લૂંટ ચલાવી હતી.લૂંટને અંજામ આપી લૂંટારા રાજસ્થાન ભાગી ગયા હતા. જે પેકી પહેલા તેજશ નામનો આરોપી ઝડપાઈ જતા આખી લૂંટને અંજામ આપનાર ગેંગ બે નકાબ થઇ હતી. કામરેજ પોલીસે પકડાયેલા આરોપીના નામ ખુલ્યા બાદ પોલીસની એક ટિમ રાજેસ્થાન પોહચી હતી અને રાજેસ્થાન પોલીસની મદદથી આરોપી કમલેશ જાટ, જીતેન્દ્ર રાઠોડ, રાહુલ રાજપૂત એમ ત્રણ લૂંટારા ઝડપાઈ ગયા હતા. પોલીસે ત્રણેય લૂંટારાનો કબ્જો લઇ તમામ આરોપીને કામરેજ લાવી તેમની પાસેથી કાર સહિત 5.65 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે

Next Story