સુરત: કાપડનગરીની દીકરી નાસામાં પસંદગી પામી,શિક્ષણ મંત્રીએ અભિનંદન પાઠવ્યા

ધ્રુવી જસાણીએ સુરતનું નામ દેશમાં રોશન કર્યું છે. ધ્રુવીની પસંદગી નાસામાં થઈ છે ત્યારે શિક્ષણ મંત્રીએ તેને અભિનંદન આપી સન્માન કર્યુ હતુ.

New Update
સુરત: કાપડનગરીની દીકરી નાસામાં પસંદગી પામી,શિક્ષણ મંત્રીએ અભિનંદન પાઠવ્યા

સુરતની દીકરી ધ્રુવી જસાણીએ સુરતનું નામ દેશમાં રોશન કર્યું છે. ધ્રુવીની પસંદગી નાસામાં થઈ છે ત્યારે શિક્ષણ મંત્રીએ તેને અભિનંદન આપી સન્માન કર્યુ હતુ.

સુરત શહેરમાં મધ્યમ વર્ગીય પરિવારની દીકરી ધ્રુવી જસાણીએ સુરતનું નામ દેશમાં રોશન કર્યું છે. ધ્રુવીની પસંદગી નાસામાં થઈ છે. સ્પેસમાં જતા એસ્ટ્રોનોટ્સને કઈ રીતે ચંદ્ર અને મંગળ જેવા ગ્રહ પર વધારે સુવિધાઓ ઉપલબ્ધ થાય તે બાબતના પ્રોજેક્ટ પર ધ્રુવી છેલ્લા છ વર્ષથી કામ કરી રહી હતી અને હાલ નાસાએ ધ્રુવીની પસંદગી કરી છે ત્યારે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ તેને અભિનંદન પાઠવ્યા હતા.ધ્રુવી જસાણીએ સ્પેસમાં જતા એસ્ટ્રોનોટ્સ માટે સુવિધા ઉપલબ્ધ કરાવવાના પ્રોજેક્ટમાં સિદ્ધિ હાંસલ કરી છે અને એસ્ટ્રોનોટ્સને પૃથ્વીની જેમ કઈ રીતે સ્પેસમાં પણ સુવિધા મળી શકે તે બાબતના પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી અને આ પ્રોજેક્ટ અંતર્ગત નાસામાં તેની પસંદગી થઈ છે. ધ્રુવી સ્પેસમાં જતા એસ્ટ્રોનોટ્સની સુવિધા ઉપલબ્ધ કરાવવાના પ્રોજેક્ટમાં છેલ્લા છ વર્ષથી કામ કરી રહી હતી અને હવે તેની પસંદગી જ્યારે નાસામાં થઈ છે ત્યારે પરિવાર સહિત સમગ્ર દેશને તેના પર ગૌરવ છે.રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ ધ્રુવીને અભિનંદન પાઠવ્યા છે. તેટલું જ નહીં, તેઓ સુરત ધ્રુવીના પરિવારને મળવા માટે પહોંચ્યા હતા. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયાએ ધ્રુવીને શ્રીમદ્ ભગવદ્ ગીતા ભેટમાં આપી હતી અને ધ્રુવીનું શાલ ઓઢાડીને સન્માન કર્યુ હતું.

Latest Stories