/connect-gujarat/media/post_banners/e0fd025f9a0b66a844011bdd390b9a54547d820cd2679d89e1a211747607027f.jpg)
હવામાન વિભાગની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. સુરત સહિત ઉપરવાસમાં ભારે વરસાદી માહોલ છવાયો છે, ત્યારે કતારગામ અને રાંદેરને જોડતા કોઝ-વેની સપાટી 6 મીટરને પાર થતા વાહન વ્યવહાર માટે આ કોઝ-વે બંધ કરવામાં આવ્યો છે.
સુરતમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ વરસતા સુરતીઓને ગરમી અને બફારાથી રાહત મળી છે. તો બીજી તરફ કતારગામ અને રાંદેરને જોડતો કોઝ-વે ઓવર ફ્લો થતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. ઉપરવાસના વરસાદના કારણે શુક્રવારે કોઝવેની સપાટી 6 મીટરને પાર કરી ગયી હતી. જેથી કોઝ-વેને વાહન વ્યવ્ય્હાર માટે બંધ કરવામાં આવ્યો છે.
ગત શનિવારે કોઝ-વેની સપાટી 6.15 મીટર નોંધાઈ હતી. આ ઉપરાંત ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક નોંધાઈ છે. જોકે, ઉકાઈ ડેમની સપાટી શનિવારે 325.95 ફૂટ પહોચી હતી, જ્યારે ડેમમાં પાણીની આવક 27290 કયુસેક અને પાણીની જાવક 1 હજાર કયુસેક નોંધાઈ હતી. ચોમાસા દરમ્યાન બીજી વખત કોઝ-વે ઓવરફલો થતા તેને પુનઃ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, કોઝ-વે બંધ કરી દેવામાં આવતાં અનેક વાહનચાલકોને પણ પરત ફરવાની ફરજ પડી હતી.