/connect-gujarat/media/post_banners/56f6ee0991b20844cc5beb2217fc4b4bab69932db6fe0e58306dc48d781841d7.jpg)
સુરતના કુંવર રાજવીર વિશે તમે સાંભળ્યું હશે. આ કિન્નરે આર્થિક રીતે પગભર થવા માટે ફરસાણની દુકાન શરૂ કરી છે અને હવે તેને સુરતની એક ફુટવેર કંપનીએ પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે....
આપણે વાત કરીશું સુરતના કિન્નર કુંવર રાજવીરની.. થોડા દિવસો પહેલાં કુંવર રાજવીર તેની આત્મનિર્ભરતાના કારણે લાઇમલાઇટમાં આવ્યો હતો. લોકોના મહેણાટોણાનો જવાબ આપવા માટે તેણે પોતાની ફરસાણની દુકાન શરૂ કરી હતી. નાનપણથી જ મહિલા જેવો સ્વભાવ ધરાવતો રાજવીર આજે લોકોને પ્રેરણા આપી રહયો છે. સામાન્ય રીતે કિન્નરો ઘરે ઘરે ફરી પૈસાની ઉઘરાણી કરી ગુજરાન ચલાવતાં હોય છે. પણ રાજવીરે આ બધાથી કઇ અલગ કરવાનો નિર્ણય લીધો હતો. તેણે સુરતમાં પોતાની ફરસાણની દુકાન શરૂ કરી છે. તે ફરસાણનું વેચાણ કરી આવક મેળવી રહયો છે..
નાનપણથી જ સ્ત્રી જેવો સ્વભાવ ધરાવતા કુંવર રાજવીરને પરિવાર તરફથી ઘણો ફિટકાર મળ્યો હતો.પરંતુ તેણે આ ફીટકારને પોતાની હિમંત બનાવી દીધી છે. ફરસાણની દુકાન ચલાવતાં રાજવીરને હવે સુરતની એક ફુટવેર કંપનીએ બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. તેના માટે કુંવર રાજવીરે મોડલીંગની તાલીમ લેવાનું પણ શરૂ કરી દીધું છે. સમાજમાં મહિલાઓની સાથે કિન્નરોને પણ એટલું જ સન્માન મળે તે માટે કંપનીએ આ પ્રયાસ કર્યો છે.
કુંવર રાજવીર હવે મોડલીંગની દુનિયામાં પ્રવેશી રહયો છે ત્યારે તેણે એક વાત તો સાબિત કરી દીધી છે કે, મન હોય તો માળવે જવાય, તેણે હિમંત હારીને અન્ય કિન્નરોની જેમ નાણા ઉઘરાવવાના પરંપરાગત વ્યવસાયને સ્વીકારી લીધો હોત તો કદાચ તેનું નામ પણ આપણને સાંભળવા ન મળત.. પણ તેની હિમંત તેને સમાજમાં આગવી ઓળખ અપાવી રહી છે.