/connect-gujarat/media/post_banners/a4fddbc0ba8e4fcab1405646b9964bca1036ccca2e29987f3979094eb8c092cc.jpg)
સુરત શહેરના જહાંગિરપુરા વિસ્તારમાં આવેલ વીર સાવરકર આવાસમાં વરસાદના કારણે ઘૂંટણસમા પાણી ભરાય જતાં સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
સુરત જીલ્લામાં મેઘરાજા મહેરબાન થયા હોય એમ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ચોમાસાની શરૂઆતના સામાન્ય વરસાદમાં જ સુરત મહાનગરપાલિકાની જાણે પોલ ખુલ્લી પડી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેરના જહાંગિરપુરા વિસ્તારમાં આવેલ વીર સાવરકર આવાસના સ્થાનિકો વરસાદી પાણીમાં જવા મજબૂર બન્યા છે. આવાસમાં 12થી વધુ બિલ્ડિંગોના 1500થી વધુ પરિવારો પાણી ભરાવાથી મુશ્કેલીમાં મુકાયા છે. સામાન્ય વરસાદમાં જ આવાસમાં ઘૂંટણસમા પાણી ભરાય જતાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ પાલિકાની પ્રિ-મોનસુન કામગીરી સામે પણ સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા હતા.