/connect-gujarat/media/post_banners/4a8a2315f7d227c474773319357a32f5cc409aa2c0d4be4d4d18a1042fac870c.jpg)
સુરતના પાંડેસરામાં આવેલ કોક્રિટના પ્લાન્ટમાં કામ કરતા શ્રમિકનું રેતીના ઢગલા નીચે દબાઈ જતાં મોત નિપજયુ હતું
સુરતમાં શ્રમિકોના મોતનો સિલસિલો યથાવત રહ્યો છે તે પછી ડાઈંગ મિલ હોય કે અન્ય કંપની હોય ત્યાં કોઈ ને કોઈ રીતે બેદરકારીને કારણે શ્રમિકોના મોત થયા છે ત્યારે વધુ આવી એક ઘટના સુરતના પાંડેસરા વિસ્તારના જીયાવ બુડિયા ખાતે આવેલ પોલોમી આર.એમ.સી કોક્રીટ પ્લાન્ટમાં બની છે જેમાં પ્લાન્ટમાં કામ કરતા શ્રમિક સંજય ઠાકોરનું મોત થયું છે.કપનીમાં કામ કરતી વેળાએ અચાનક રેતીનો ઢગલો માથે પડતા યુવક દબાયો હતો અને નજીકમાં રહેલ અન્ય કર્મચારીઓ દ્વારા તેને બહાર કાઢવામાં આવ્યો હતો જો કે સારવાર દરમ્યાન કામદારનું મોત નિપજયું હતું.