સુરત : ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 40 નવી ST બસોનું લોકાર્પણ, મુસાફરોની સુવિધામાં થયો વધારો...

સરથાણા વિસ્તારમાંથી આજે વધુ 40 નવી એસટી બસોનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update
સુરત : ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 40 નવી ST બસોનું લોકાર્પણ, મુસાફરોની સુવિધામાં થયો વધારો...

સુરત શહેરના સરથાણા વિસ્તારમાંથી આજે વધુ 40 નવી એસટી બસોનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Advertisment

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ, ગાંધીનગર દ્વારા એસટી બસોની મુસાફરી કરતાં મુસાફરોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. “વધુ બસ... સારી બસ”ના સૂત્ર સહે આજરોજ સુરત શહેરના સરથાણા વિસ્તારમાંથી વધુ 40 નવી એસટી બસોનું ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ 40 એસટી બસો દરરોજ સુરતથી વિશ્વામિત્રી, પાવાગઢ અને મોઢેરાના રૂટ ઉપર દોડશે. જોકે, 40 નવી એસટી બસોની સુવિધાથી સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓને વધુ લાભ થવા જઈ રહ્યો છે, ત્યારે આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા સહિતના મહુનુભાવોએ એસટી બસની મુસાફરી કરી બસ સેવાને ખુલ્લી મુકી હતી.

Advertisment