VNSGU સંલગ્ન મેડીકલ કોલેજના પરિણામ જાહેર
MBBSમાં 795માંથી 122 વિદ્યાર્થીઓ થયા નાપાસ
નાપાસ વિદ્યાર્થીઓ દ્વારા કુલપતિને કરાય રજૂઆત
સુરતમાં વીર નર્મદ યુનિવર્સીટી સંલગ્ન મેડીકલ કોલેજોનું એમ.બી.બી.એસ. ત્રીજું વર્ષ પાર્ટ-૧નું પરિણામ જાહેર થયું હતું. જેમાં ૭૯૫માંથી ૬૭૦ જેટલા વિદ્યાર્થીઓ પાસ થતા પરિણામ ૮૪.૨૮ ટકા આવ્યું છે, જ્યારે નાપાસ થનારા ૧૨૨માંથી ૪૧ જેટલા વિદ્યાર્થીઓએ યુનિવર્સીટીમાં કુલપતિ પાસે પહોચ્યા હતા, જ્યાં તેમણે કુલપતિને આવેદન આપી ફરી પરીક્ષા લેવા માંગ કરી હતી. જેથી કુલપતિએ તપાસ કરતા જણાયું હતું કે, વિધાર્થીઓને બ્લડ પ્રેશર માપવા સહીતની બેઝીક બાબતો પણ પ્રેક્ટીકલ પરીક્ષામાં આવડતી ન હતી,
જેથી તેમને નાપાસ કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, એમબીબીએસ થર્ડ યર પાર્ટ-૧માં ૭૯૫ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી ૭૬૦ વિદ્યાર્થીઓ પાસ થયા હતા, જ્યારે ૧૨૨ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. આ ઉપરાંત ૨ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આમ યુનિવર્સીટીનું એમબીબીએસ થર્ડ યર પાર્ટ-૧ની પરીક્ષાનું પરિણામ ૮૪.૨૮ ટકા આવ્યું હતું. તો બીજી તરફ, વિદ્યાર્થીઓ ભવિષ્યમાં વધુ સારી રીતે પ્રેક્ટીકલ કરી શકે તે માટે ગર્વમેન્ટ કોલેજના પ્રશાસન અને યુનિવર્સીટી બન્ને વચ્ચે સંકલન કરીને જરૂરી સેમીનાર તેમજ જરૂરી પ્રયત્નો કરવામાં આવશે.