સુરત: લિંબાયતમાં શ્વાન બાબતે પાડોશીઓ વચ્ચે થયેલા પથ્થરમારાનો “LIVE” વિડિયો, 6 લોકોની ધરપકડ

શ્વાન બાબતે પાડોશીઓ વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં વાયરલ વિડિયોના આધારે પોલીસે 6 ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update
  • લિંબાયતમાં શ્વાન પાળવા જેવી બાબતમાં થઈ બબાલ

    પાડોશીઓ વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું

    પથ્થરમારો થતાં વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

    વાયરલ વિડિયોના આધારે લિંબાયત પોલીસ દ્વારા તપાસ

    રાયોટીંગના ગુન્હા હેઠળ પોલીસે 6 ઈસમોની ધરપકડ કરી 

    સુરત શહેરના લિંબાયત વિસ્તારના મારુતિનગરમાં શ્વાન બાબતે પાડોશીઓ વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં વાયરલ વિડિયોના આધારે પોલીસે 6 ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વીઓ સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ મારુતિનગરમાં એક પરિવારમાં રહેતી 3 મહિલાઓ દ્વારા કેટલાક શ્વાન પાળવામાં આવ્યા છે.
  • આ શ્વાન સોસાયટીમાં રહેતા લોકોને પણ કરડી ખાતા હોવાની ઘટનાઓ બનતી હોય છે. જેને લઇને સ્થાનિક લોકોનો ગુસ્સો વધી ગયો હતો. 2 દિવસ પહેલાં ફરી એક વખત શ્વાનને લઈને પાડોશી સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ આસપાસના લોકો પણ ઉગ્ર રીતે મહિલાઓ સમક્ષ રજૂઆત કરતા દેખાયા હતા, જ્યારે મામલો ઉગ્ર બનતા સ્થાનિકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. 
  • નજીકમાં જ ઈંટોનો ઢગલો હોવાથી એક બાદ એક ઈંટ ઊંચકીને લોકોએ શ્વાન પાળનાર પરિવારના ઘર ઉપર ફેંકવાની શરૂ કરી દીધી હતી. જોકે, વારલ થયેલા વિડિયોના આધારે લિંબાયત પોલીસે ઈંટો મારનારા લોકોની ઓળખ મેળવી લીધી હતી. જેમાં પોલીસે રાયોટીંગના ગુન્હા હેઠળ 6 ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 
Latest Stories