Connect Gujarat
સુરત 

સુરત : ડિંડોલીમાં રોડની કામગીરીમાં ગોબાચારીના આક્ષેપ સાથે સ્થાનિકોએ પાલિકા વિરુદ્ધ મચાવ્યો હોબાળો...

ડિંડોલી વિસ્તારમાં આવેલ બાલાજી સોસાયટીમાં યોગ્ય રીતે રોડની કામગીરી નહીં થતા સ્થાનિકોએ નગરસેવકના હાય હાયના નારા સાથે વિરોધ દર્શાવ્યો હતો.

X

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલ બાલાજી સોસાયટીમાં યોગ્ય રીતે રોડની કામગીરી નહીં થતા સ્થાનિકોએ નગરસેવકના હાય હાયના નારા સાથે વિરોધ દર્શાવ્યો હતો.

સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ બાલાજી સોસાયટી રહીશોએ લિંબાયત ઝોનમાં મનપાની નબળી કામગીરી સામે વિરોધ દર્શાવ્યો હતો. સોસાયટીના રહીશોનું માનવું છે કે, હાલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા બાલાજી સોસાયટીની બાજુમાં જ આવેલ પાટીદાર સોસાયટી-2માં RCC રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. રોડનું લેવલ યોગ્ય ન હોવાથી વરસાદની સિઝનમાં પાટીદાર સોસાયટીનું પાણી બાલાજી સોસાયટીમાં ભરાઈ જાય છે. મનપાના કર્મચારીઓને અનેકો વખત આ સમસ્યાને લઈ રજૂઆત કરવા છતાં કોઈ નિવારણ લાવવામાં આવ્યું નથી, ત્યારે હાલ રોડની કામગીરી ચાલુ છે, જેને લઇ સ્થાનિકોએ રોડની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવે તેવી માંગ કરી હતી. સ્થાનિકોના વિરોધના પગલે સ્થાનિક નગર સેવક પણ લિંબાયત ઝોન કચેરી દોડી આવ્યા હતા, જ્યાં વિરોધ કરી રહેલા લોકોને સાંભળી ત્યારબાદ રોડનું કામ અટકાવી આ સમસ્યાનું નિવારણ લાવવા આશ્વાસન આપ્યું હતું.

Next Story