સુરત : રખડતા ઢોર પકડવાની કામગીરી કરતી પાલિકાની ટીમ સાથે માલધારીઓની દાદાગીરી, દોરડા કાપી ગાય છોડાવી ગયા

પાલિકાની ટીમ સાથે માલધારીઓએ બળપ્રયોગ કરીને દોરડા કાપી ગાયને છોડાવીને ભગાવી ગયા હતા, જે ઘટના અંગે કાપોદ્રા પોલીસ મથકમાં અરજી સ્વરૂપે ફરિયાદ કરવામાં આવી

New Update

સુરતમાં રખડતા ઢોરોનો ત્રાસ, પાલિકા દ્વારા ઢોરોને ડબ્બામાં પુરવાની કરાઈ કામગીરી.

સુરતમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી દરમિયાન માલધારીઓએ પાલિકાની ટીમ સાથે દાદાગીરી કરી હતી, અને દોરડા કાપીને ગાય છોડાવી ભગાવી જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

સુરતમાં રખડતા ઢોરના ત્રાસથી લોકોને રાહત આપવા માટે મહાનગરપાલિકા દ્વારા ઢોરોને ડબ્બે પુરાવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે કામગીરી અંતર્ગત પાલિકાની ટીમ દ્વારા કાપોદ્રા બ્રિજ નીચે બે રખડતી ગાયોને પકડવામાં આવી હતી, જોકે આ અંગેની જાણ માલધારીઓને થતા તેઓએ દોડી આવ્યા હતા.

અને પાલિકાની ટીમ સાથે બળપ્રયોગ કરીને દોરડા કાપી ગાયને છોડાવીને ભગાવી ગયા હતા, જે ઘટના અંગે કાપોદ્રા પોલીસ મથકમાં અરજી સ્વરૂપે ફરિયાદ કરવામાં આવી હતી,અને પોલીસે બનાવ અંગે જરૂરી તપાસ શરૂ કરી હતી. 

#Stray Cattles #Stray Cattle #catching stray cattle #માલધારી સમાજ #surat mahanagarpalika #માલધારી #રખડતા ઢોરની સમસ્યા #રખડતા ઢોર #રખડતા ઢોરનો આતંક
Here are a few more articles:
Read the Next Article