/connect-gujarat/media/post_banners/620a12f76ed398a6095aa5ac2ec351227bc3a65f088b7a0914fafe8c768e7e65.jpg)
સુરતના માંડવી તાલુકાના કરંજ ગામની જી.આઈ.ડી.સી માંથી સ્ટેટ મોનીટીરિંગ સેલની ટીમ દ્વારા શંકાસ્પદ બાયોડિઝલ બનાવતી ફેકટરી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના માંડવી તાલુકાના કરંજ જીઆઇડીસીમાં રાત્રીના 12થી2 વાગ્યાના સમયગાળામાં સ્ટેટ મોનિટરિંગની ટીમે શંકાસ્પદ બાયોડિઝલ બનાવતી કંપનીમાં દરોડા પાડ્યા હતા. સ્ટેટ મોનીટરિંગની ટીમે ફેકટરીમાં પ્રવેશતા જ શંકાસ્પદ બનતા બાયોડિઝલની સાધન સામગ્રી જોઈને ચોકી ઉઠી હતી અને ફેકટરીમાં ચેક કરતા 5થી વધુ ટેન્કરોમાં મોટી માત્રામાં ભરેલા ઝડપાયા હતા તેમજ ફેકટરીમાં શંકાસ્પદ કેમિકલ મળી આવતા ટીમ દ્વારા તાત્કાલિક એફએસએલની ટીમને જાણ કરી હતી.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપેલું શંકાસ્પદ બાયોડિઝલનું કૌભાંડ ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ હોવાની શક્યતાઓ સેવાઇ રહી છે અને પોલીસને શંકા છે આ કંપની માંથી બાયો ડીઝલ સપ્લાય થતું હશે. જો કે હાલ ટીમ દ્વારા કંપની પર ધામાં નાખી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.