Connect Gujarat
સુરત 

સુરત : મનપાના 7286 કરોડ રૂા.નું બજેટ મંજુર, ડ્રાફટ બજેટમાં કરાયો સુધારો

સુરત મનપાના ડ્રાફટ બજેટમાં સુધારો કરી 7286 કરોડ રૂપિયાનો વ્યાપ ધરાવતાં બજેટને મંજુરીની મ્હોર મારી દેવામાં આવી છે.

X

સુરત મનપાના ડ્રાફટ બજેટમાં સુધારો કરી 7286 કરોડ રૂપિયાનો વ્યાપ ધરાવતાં બજેટને મંજુરીની મ્હોર મારી દેવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકા કમિશ્નર દ્વારા અગાઉ રજૂ કરવામાં આવેલ ડ્રાફ્ટ બજેટને સ્થાયી સમિતિની મંજૂરી મળી છે. પાલિકાના 6970 કરોડના નાણાકીય વર્ષના બજેટમાં સ્થાયી સમિતિએ સુધારો કર્યો છે. બજેટનો વ્યાપ વધારીને 7,286 કરોડ રૂપિયા કરી દેવાયો છે. મ્યુનિસિપલ કમિશ્નરે રજુ કરેલાં ડ્રાફટ બજેટમાં શાસક પક્ષ તરફથી સુધારો કરાયો છે. જેમાં પ્રાથમિક સુવિધા અને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

કેનાલ BRTS રૂટ ઉપર સોલાર પેનલ અને જાહેરાતના હોર્ડિંગ્સ લગાવીને કોર્પોરેશન આવક ઊભી કરશે. દરેક ઝોનમાં લોકભાગીદારીથી કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, ગાર્ડન વગેરેનું નિર્માણ કરવામાં આવે તે દિશામાં કામ કરવામાં આવશે. કોરોનાકાળ દરમિયાન સ્મશાન ગૃહની જર્જરિત સ્થિતિ હતી તેને સુધારવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત લોખંડની ભરતી અને ગેસ ચેમ્બર તૈયાર કરવામાં આવશે. શિક્ષણની વાત કરવામાં આવે તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું તેમજ સુમન શાળાનું શૈક્ષણિક સ્તર વધે તેના માટે આધુનિક શાળાઓ તૈયાર કરવામાં આવશે.દરેક ઝોનમાં એક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા અને એક સુમન શાળા તૈયાર થાય તેવું આયોજન ઘડી કઢાયું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના તમામ વિદ્યાર્થીઓનો એક સરખો યુનિફોર્મ રહે તેના માટે પણ ખર્ચ કરવામાં આવશે.

Next Story