New Update
સુરતમાં પોલીસ શહીદ સંભારણા દિવસની ઉજવણી
ગૃહરાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં કરાઈ ઉજવણી
પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ પણ રહ્યા ઉપસ્થિત
શહીદ પોલીસ જવાનોને પાઠવી શ્રદ્ધાંજલિ
ગૃહરાજ્ય મંત્રીએ શહીદ પોલીસ જવાનોના પરિવાર માટે કરી પ્રાર્થના
સુરત શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 21 ઓક્ટોબર પોલીસ શહીદ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી,અને આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરત શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતમાં 21મી ઓક્ટોબર પોલીસ શહીદ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા શહીદ 217 પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અને તેમના પરિવારજનો માટે પ્રાર્થના કરી હતી.વધુમાં મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પોલીસ માત્ર સુરક્ષા માટે નહીં પરંતુ સામાજિક સંરક્ષણ માટે છે અને પોલીસ એટલે ફ્રન્ટ વોરિયર એજ પોલીસનું નામ છે. અને તેઓએ સૌ પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ જવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.વધુમાં આજે ગુજરાત પોલીસ ડ્રગ સામે અભિયાન નહીં પરંતુ એક જંગ લડી રહી હોવાનું જણાવીને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2100 ગ્રામ ડ્રગ્સ પકડવામાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે.અને ડ્રગ્સ સામેનું અભિયાન સતત ચાલુ જ રહેશે તેમ તેઓએ જણાવ્યું હતું.
Latest Stories